સ્પેશ્યલ@દિવસઃ 1લી મે કેમ વિશ્વ મજૂર દિવસ તરીકે ઉજવાય છે ? જાણો ઈતિહાસ

અટલ સમાચાર, ડેસ્ક મજૂર દિવસ દર વર્ષે 1 મેના રોજ એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાના લોહી-પાણી એક કરીને દેશ અને દુનિયાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ
 
સ્પેશ્યલ@દિવસઃ 1લી મે કેમ વિશ્વ મજૂર દિવસ તરીકે ઉજવાય છે ? જાણો ઈતિહાસ

અટલ સમાચાર, ડેસ્ક

મજૂર દિવસ દર વર્ષે 1 મેના રોજ એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે પોતાના લોહી-પાણી એક કરીને દેશ અને દુનિયાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈ પણ દેશ, સમાજ, સંસ્થાઓ અને ઉદ્યોગોના વિકાસમાં મજૂરો, કામદારો અને મહેનતુ લોકોની મહત્વની ભૂમિકા હોય છે. મજૂરો અને કામદારોના કારણે જ આજે દુનિયાભરના દેશોમાં વિકાસ શક્ય બન્યો છે.

મજૂર દિવસ અનેક વર્ષોથી પહેલી મેના રોજ ઉજવવામાં આવે છે. આજનો દિવસ લેબર ડે કે મે દિવસના નામથી પણ ઓળખાય છે. આ દિવસે મોટાભાગના દેશોની મોટાભાગની કંપનીઓમાં રજા હોય છે. માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના લગભગ 80 દેશોમાં આ દિવસે જાહેર રજા હોય છે.

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની શરૂઆત 1 મે 1886થી થઈ હતી. અમેરિકામાં જ્યારે મજૂર યુનિયનના સભ્યોએ કામના કલાકોને 9 કલાકથી વધુ ન રાખવા માટે માગણી કરી હતી અને તેના માટે હડતાળ કરી હતી. આ હડતાળ દરમિયાન શિકાગોની હેમાર્કેટમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટ કોના દ્વારા કરાયો હતો તેની જાણકારી તો કોઈને ન હતી પરંતુ પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા અને હડતાળને ખતમ કરવા માટે પોલીસે મજૂરો પર ફાયરિંગ કર્યું અને અનેક મજૂરો માર્યા ગયા હતાં.

શિકાગોમાં શહીદ થયેલા મજૂરોની યાદમાં પહેલીવાર મજૂર દિવસ ઉજવાયો. ત્યારબાદ પેરિસમાં 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી સંમેલનમાં જાહેરાત કરાઈ કે માર્કેટમાં નરસંહારમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની યાદમાં 1 મે ના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરાશે અને આ દિવસે તમામ કામદારો અને શ્રમિકોને રજા રહેશે. ત્યારથી જ ભારત સહિત દુનિયાના લગભગ 80 દેશોમાં મજૂર દિવસને જાહેર રજા તરીકે મનાવવા લાગ્યાં.

ભારતમાં આ રીતે શરૂ થઈ મજૂર દિવસની શરૂઆત

ભારતીય મજદૂર કિસાન પાર્ટીના નેતા કામરેડ કિંગરાવેલુ ચેટ્યારે ચેન્નાઈમાં 1 મે 1923ના રોજ તેની શરૂઆત કરી હતી. ભારતમાં મદ્રાસ હાઈકોર્ટની સામે મજદૂર કિસાન પાર્ટી દ્વારા મોટા પાયે પ્રદર્શન કરવામાં આવ્યું અને એક સંકલ્પ પાસ કરાવીને એક સહમતિ કરાઈ કે આ દિવસને ભારતમાં પણ મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે અને એક દિવસ રજાની જાહેરાત કરવામાં આવે. તે સમયે પણ ભારતમાં મજૂરોની જંગ લડવા માટે અનેક નેતાઓ સામે આવ્યાં હતાં. જેમાં દત્તાત્રેય નારાયણ સામંત ઉર્ફે ડોક્ટર સાહેબ અને જ્યોર્જ ફર્નાન્ડિસ પણ સામેલ હતાં.