File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે 14 મે 2021ને શુક્રવારે અક્ષય તૃતીયા છે. પરશુરામ જયંતિ દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર છે. પરશુરામજીને લગતી ઘણી કથાઓ છે, જેમાંથી એક કથા અનુસાર ભગવાન પરશુરામે 21 વાર ક્ષત્રિય કુળનો સર્વનાશ કર્યો હતો. પરંતુ આ સંપૂર્ણ રીતે સાચું નથી. પૌરાણિક કથા અનુસાર, પરશુરામે ક્ષત્રિય કુળનો નાશ કર્યો ન હતો, પરંતુ હૈહય વંશનો વિનાશ કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પૌરાણિક કથા અનુસાર, હૈહય રાજવંશના રાજા સહસ્ત્રાર્જુન પોતાના બળ અને ઘમંડને કારણે ઋષિમુનિઓ અને બ્રાહ્મણો પર અત્યાચાર કરતો હતો. એકવાર સહસ્ત્રાર્જુન પોતાની સેના સાથે પરશુરામજીના પિતાના આશ્રમમાં પહોંચ્યા. મુનિએ ચમત્કારિક કામધેનું ગાયનું દૂધ આપીને રાજા સહિત તમામ સૈનિકોની ભૂખ શાંત કરી.

કથા અનુસાર કામધેનુંના ચમત્કારથી પ્રભાવિત થઈ રાજા સહસ્ત્રાર્જુનને લાલચ થઈ અને બળપૂર્વક ભગવાન પરશુરામના પિતા પાસેથી તેમની ગાય છીનવી લીધી. ભગવાન પરશુરામને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેણે રાજાનો વધ કર્યો. આ સાથે એવુ પણ કહેવામાં આવે છે કે, રાજા સહસ્ત્રાર્જુનના પુત્રોએ તેમના પિતાનો બદલો લેવા ભગવાન પરશુરામના પિતાનો વધ કર્યો હતો. પતિના વિયોગમાં ભગવાન પરશુરામની માતા સતી થયા હતા. એવું માનવામાં આવે છે કે, પિતાના શરીર પરના 21 ઘાને જોઇ ભગવાન પરશુરામે પ્રતિજ્ઞા લીધી કે, તેઓ આ વંશનો નાશ કરશે. આથી જ ભગવાન પરશુરામે 21 વખત હૈહય રાજવંશનો અંત કર્યો.

ભગવાન પરશુરામનું પ્રાક્ટય મહર્ષિ ભૃગુના પુત્ર મહર્ષિ જમદગ્નિ દ્વારા સંપન્ન થયેલા પુત્રેષ્ટિ યજ્ઞાથી પ્રસન્ન દેવરાજ ઇન્દ્રના વરદાન રૂપે મહર્ષિ જમદગ્નિના પત્ની રેણુકાના ગર્ભથી વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયા (અખાત્રીજ) ના રોજ મધ્યપ્રદેશના ઇંદોર જિલ્લાના માનપુર ગ્રામના જાનાપાવ પર્વત પર થયું હતું. ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો આવેશ અવતાર છે. ત્રેતાયુગના વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ દરમિયાન પુનર્વસુ નક્ષત્રમાં રાત્રિના પ્રથમ પ્રહરમાં છ ઉચ્ચ ગ્રહોના યોગ વખતે મિથુન રાશિમાં રાહુની સ્થિતિ હતી ત્યારે તેમનો પ્રાદુર્ભાવ થયો હોવાથી તે તેજસ્વી, ઓજસ્વી, શૂરવીર, પરાક્રમી, બ્રહ્મતેજથી દૈદીપ્યમાન, મહાન શિવભક્ત થયા. તે બ્રાહ્મણોના પરમ હિમાયતી હતા.

તે જમદગ્નિના પુત્ર હોવાને કારણે ‘જામદગન્ય’ અને શિવજી દ્વારા અપાયેલું ‘પરશુ’ (ફરસો) અસ્ત્ર ધારણ કરતા હતા એટલે પરશુરામ કહેવાયા. આમ તો તેમના નામકરણ સંસ્કાર વખતે તેમના પિતામહ ભૃગુએ તેમનું નામ ‘રામ’ રાખ્યું હતું, પણ સદાય પરશુ ધારણ કરતા હતા એટલે પરશુરામ તરીકે ઓળખાયા. પ્રારંભિક શિક્ષણ મહર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ ઋચીકના આશ્રમમાં પ્રાપ્ત કરી હતી. ત્યાં ઋચીક મુનિ પાસેથી શાઙ્ગ નામનું દિવ્ય વૈષ્ણવ ધનુષ્ય અને બ્રહ્મર્ષિ કશ્યપ પાસેથી અવિનાશી વૈષ્ણવ મંત્ર પ્રાપ્ત કર્યો હતો. તે પછી કૈલાસ ગિરિશૃંગ પર આવેલ ભગવાન શંકરના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરી વિશિષ્ટ દિવ્ય અસ્ત્ર વિદ્યુદ્ભિ નામનુ પરશુ પ્રાપ્ત કર્યું હતું. એ ઉપરાંત શિવજી પાસેથી તેમને ભગવાન શ્રીકૃષ્ણનું ત્રૈલોક્ય વિજય કવચ, સ્તવરાજ સ્તોત્ર અને મંત્ર કલ્પતરુ પણ પ્રાપ્ત થયા. ચક્રતીર્થમાં કરેલા ઘોર તપથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ ત્રેતામાં રામાવતાર થાય ત્યારે પ્રબળ પરાક્રમી થવાનું અને તે પછી કલ્પાન્ત પર્યત તપશ્ચર્યારત રહી ભૂલોક પર રહેવાનું વરદાન આપ્યું હતું.

ભગવાન પરશુરામ અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાના મહાન ગુરુ હતા. તેમણે દેવવ્રત ભીષ્મ પિતામહ દ્રૌણાચાર્ય અને કર્ણને શસ્ત્ર વિદ્યા શીખવી હતી. કર્ણએ પોતે સૂતપુત્ર છે એ વાત છુપાવી અસ્ત્રવિદ્યા શીખી લીધી પછી આ વાતની જાણ થતાં તેને શાપ આપ્યો હતો કે યુધ્ધ દરમિયાન ખરા સંકટના સમયે તે આ વિદ્યા ભૂલી જશે. તેને તે કામ નહીં આવે. વાસ્તવમાં મહાભારતના યુદ્ધ વખતે અર્જુન સાથે યુદ્ધ કરતી વખતે એવું જ બન્યું હતું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code