આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, દિયોદર

ભારતમાં દિનપ્રતિદિન વીજળીવેગે દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. કાળો કહેર મચાવી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં પૂનમિયા હનુમાનજીના મંદિર જુના ગંજબજાર પાસે સેવાભાવી વ્યક્તિઓ અને માનવતા ગ્રુપ દ્વારા અંદાજીત 3000 થી વધુ લોકોને ઘરે બેઠા બંને ટાઇમ સવાર-સાંજ જમવાનું આપી માણસાઈના દીવાની જ્યોત જ્વલંત બની રહી છે. પૂનમિયા હનુમાનજી પાસે છેલ્લા કેટલાક વર્ષોથી અનેક સેવાકાર્ય ચાલે છે જેમાં કૂતરાને રોટલા, કીડીયા નગરુ, પશુઓને ઘાસચારો પીવાનું પાણી (અવાડો) જેવા માનવતાના કાર્ય ચાલે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસની પરિસ્થિતિમાં વડાપ્રધાનના 21 દિવસના લોકડાઉન ની અપીલ ના કારણે જનજીવન સંપૂર્ણ ઠપ થઈ ગયું છે. ગરીબ અને રોજિંદા કમાણી વાળા લોકોની સાર સંભાળ લઈ ભૂખ્યાને ભોજન આપી માણસાઈના દીવાની જ્યોત લોકડાઉનના બીજા દિવસથી જ ચાલુ કરી છે. આ સેવાયજ્ઞમાં દિયોદર ધારાસભ્ય શિવાભાઇ ભુરીયા, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, દિયોદર સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા, જિલ્લા પંચાયતના સદસ્ય રમેશભાઈ પટેલ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી બી કે જોષી, દિયોદર પોલીસ અધિકારી અભય સોની આઇપીએસ, દિયોદર મામલતદાર પી.આર ઠાકોર, તાલુકા વિકાસ અધિકારી એસ.જી ટૂંકા,

તાલુકા પંચાયત સદસ્ય ઘનાભાઈ ઠક્કર, પી.એમ માળી, નરેશભાઈ ખંડેલવાલ, પરાગભાઈ પટેલ. સેક્રેટરી, અમરતભાઈ ભાટી, દિલીપભાઈ ઠક્કર સ્વામિનારાયણ મંદિર દિયોદર, બનાસકાંઠા જિલ્લા SPCA ઉપ પ્રમુખ જે.બી દોશી, ભવાનજી ઠાકોર પ્રમુખ શક્તિ કેન્દ્ર, દિયોદર જૈન જાગૃતિ સેન્ટરના અનિલભાઈ દોશી, ચંદ્રકાંતભાઈ દોશી, રાજુભાઇ શાહ, સુરેશભાઈ શાહ વાસણવાળા,બાબા રામદેવ સેવા સમિતિના ગોરધનભાઈ પ્રજાપતિ, ડાયાભાઈ ગોહિલ, મહેન્દ્રભાઈ ખત્રી, મુસ્લિમ સમાજના આગેવાન સબીરભાઈ મેમણ, દાઉદભાઈ મેમણ તથા મુસ્લિમ બિરાદરો, દિયોદર પૂર્વ સરપંચ કે પી માળી, જોરાભાઇ દેસાઇ, હેમંતભાઈ ત્રિવેદી. રાજ ગેસ એજન્સી, લાયન્સ ક્લબના પ્રમુખ પ્રદીપભાઈ મહેતા, અમરાભાઈ પટેલ જાડા, પ્રવીણભાઈ મિસ્ત્રી, રમેશભાઈ સોની, પ્રફુલભાઈ અખાણી, જેન્તીભાઈ નાઈ, સોમાભાઈ નાઈ, પ્રતાપભાઈ ઠાકોર મહાકાળી નાસ્તા હાઉસ, યોગેશભાઈ અખાણી, ભરતજી ઠાકોર નોટરી વકીલ અમિતજી ઠાકોર એડવોકેટ, વગેરે આગેવાનોએ સેવા કેમ્પની મુલાકાત લઇ પ્રભાવિત થઈ આર્થિક સહયોગ આપ્યો છે.

માનવતા ગ્રુપના કાર્યમાં પ્રારંભથી આનંદ સેવા ટ્રસ્ટ દેલવાડા, સ્વામિનારાયણ મંદિર, જૈન જાગૃતિ સેન્ટર, લાયન્સક્લબ દિયોદર વગેરે પણ અમૂલ્ય સહયોગ આપી રહ્યા છે. શરૂઆતમાં 200 જેટલા વ્યક્તિઓના જમણવારથી શરૂ કરેલ આ કાર્યને હાલમાં દરરોજ હજારો લોકો લાભ લઇ રહ્યા છે. દાનના અભૂતપૂર્વ સહયોગની સાથે સેવાભાવી યુવાનોમાં સેવાના અવસરનો થનગનાટ વર્તાઇ રહ્યો છે. અને દરિદ્રનારાયણની સેવાકાર્યમાં આનંદ વિભોર બની રહ્યો છે. આ સેવાકાર્યમાં ચાર પાંચ ગાડીઓ વગર ભાડાએ જોડાઈ આ સત કાર્યમાં જોડાઈ ગયા છે. સ્વાદિષ્ટ તાજી રસોઈ માટે પ્રવીણભાઈ ઠાકોર , રમેશભાઈ ઠાકોર, મુકેશભાઈ ઠાકોર ઉત્તમ સેવા આપી રહ્યા છે. ચૈત્ર વદ એકમના રોજ પુનમિયા હનુમાનજીનો વાર્ષિકોત્સવ છે જે નિમિત્તે લાડુ તથા મગ પૂજ્ય દાદાને ધરાવવામાં આવશે અને દરિદ્રનારાયણને ભોજન પ્રસાદ રૂપે પીરસાશે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code