આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, દિયોદર (કિશોર નાયક)

દિયોદર ખાતે સંત સદારામ બાપાની જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઠાકોર સમાજના યુવાનો, વડીલો, આગેવાનો સહિત અન્ય સમાજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજ દ્રારા તાજેતરમાં લેવાયેલા નિર્ણયો યોગ્ય હોવાનું કહી ટેકો આપ્યો હતો. ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ સહિત અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર,  વિક્રમ ઠાકોર સહિતના દિગ્ગ્જોની હાજરી વચ્ચે ધામધુમથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના દિયોદરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્રારા સંત સદારામ બાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જીલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં સદારામ બાપાએ વ્યસન અને અંધશ્રદ્ધા દૂર થાય તે માટે ગામડે ગામડે લોક જાગૃતિ લાવી છે. સદારામ બાપાની જન્મજયંતિ પ્રસંગે ઉપસ્થિત અલ્પેશ ઠાકોર અને ગેનીબેન ઠાકોરે યુવક-યુવતિઓને ટીકટોકમાં વિડીયો ન બનાવવા અને સોશિયલ મિડીયાનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવા હાકલ કરી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, પૂર્વમંત્રી કેશાજી ચૌહાણ, ધવલસિંહ ઝાલા પૂર્વ બાયડ ધારાસભ્ય, સ્વરૂપજી ઠાકોર, મુકેશ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોનો ઉપસ્થિતિમાં ઠાકોર સમાજમાં રહેલા કુરિવાજો, વ્યસન મુક્તિ માટે સદારામ બાપુના જન્મદિવસ પર ગરીબ, માતા પિતા વગરના સમાજના બાળકોના અભ્યાસ માટે સમાજ આગળ વધી મદદ કરે સમાજના વિકાસમાં સહકાર આપવા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એક લાખ ચોપડા બનાવી સમાજના બાળકો માટે 3.25 વ્યાજ સાથે લાખનું અનુદાન સમાજના લોક ફાળા દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યા છે.

સંત સદારામ બાપા વિશે ટુંકમાં પરિચય:

સંત સદારામ બાપા ભગવાનના રૂપમાં એક સાચા જીવંત વ્યક્તિ હતા. કાંકરેજ તાલુકાના ટોટાણા ગામે પોતાની કર્મભૂમિ બનાવી સમગ્ર ગુજરાતમાં ભક્તિ, વ્યસનમુક્તિની આહલોક જગાવી હતી. સંત સદારામ બાપાનો જન્મ ટોટાણા ગામે માતા લાખુંબાના કુખે થયો હતો. તેમના પિતાનું નામ મોહનજી હતું. છ માસની ઉંમરે પિતાજીની છત્રછાયા ગુમાવી હતી. જે પછી માતાએ તેમના જીવનનું ઘડતર કર્યુ હતુ. જે બાદ બાપુ ૨૧ વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી ભક્તિમાં લીન થઈ થયા હતા. અને સંત સમાજમાં આગવી ઓળખ પ્રસ્થાપિત કરી હતી. એકદમ ગરીબ કુટુંબમાંથી સંત સમાજમાં આવનાર પૂજ્ય બાપુનું જીવન -કવન સાદગીભર્યું અને સાચા સંતને શોભે તેવું નિર્મળ હતુ. સાદું જીવન અને ઉચ્ચ વિચારને સાકાર કરી ટોટાણા ગામે સેવાઆશ્રમ સ્થાપી નાત જાતના ભેદભાવથી દુર રહી ભક્તિ અને લોકસેવા કરતા હતા. સદારામ બાપાના આશ્રમમાં દૂરદૂરથી લોકો આવતા હતા. બાપુ ભક્તિની સાથેસાથે વ્યસન અને અંધશ્રદ્ધા દૂર થાય તે માટે ગામડે ગામડે લોક જાગૃતિ લાવી છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ બાપુના કહેવાથી વ્યસનમુકત બન્યા છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code