સ્પેશ્યલ: પ્રેમસંબંધમાં વિશ્વાસ જાળવી રાખવા માટે મહત્વની વાતો

અટલ સમાચાર,ડેસ્ક આજના યુવાવર્ગને સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ નહિ હોવાથી અમુકવાર સંબંધોનો અંત આવતો હોય છે. પરંતુ દરેકની જોડી તો પહેલાથી જ બનેલી હોય છે. બસ તેમનું મળવાનું બાકી હોય છે. યોગ્ય સમય આવે ત્યારે બે વ્યક્તિ એકબીજાને મળી જાય છે અને જન્મોજન્મનો સંબંધ શરૂ થાય છે. જો કે એકવાર સંબંધ બન્યા બાદ બે વ્યક્તિઓની
 
સ્પેશ્યલ: પ્રેમસંબંધમાં વિશ્વાસ જાળવી રાખવા માટે મહત્વની વાતો

અટલ સમાચાર,ડેસ્ક

આજના યુવાવર્ગને સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ નહિ હોવાથી અમુકવાર સંબંધોનો અંત આવતો હોય છે. પરંતુ દરેકની જોડી તો પહેલાથી જ બનેલી હોય છે. બસ તેમનું મળવાનું બાકી હોય છે. યોગ્ય સમય આવે ત્યારે બે વ્યક્તિ એકબીજાને મળી જાય છે અને જન્મોજન્મનો સંબંધ શરૂ થાય છે. જો કે એકવાર સંબંધ બન્યા બાદ બે વ્યક્તિઓની જવાબદારી હોય છે કે તે આ સંબંધને પ્રેમથી ભરપુર અને અતુટ રાખે. સંબંધને મજબૂત કરવા માટે દરેક કપલએ આ 6 નિયમોનું પાલન કરવું જરૂરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સંબંધોમાં ગુસ્સો દરેક વ્યક્તિને આવે જ છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે ગુસ્સામાં તમે તમારા પાર્ટનરને મનમાં આવે તેમ અપશબ્દો કહી દો. નિષ્ણાંતોનું કહેવું છે કે ગુસ્સામાં વ્યક્તિએ કરેલો વ્યવહાર અને બોલેલા શબ્દો સામેની વ્યક્તિને વધારે આહત કરે છે. આવી સ્થિતિમાં સંબંધમાં કડવાશ આવી જાય છે. આ સાથે સંબંધો માટે સૌથી વધારે ઘાતક હોય છે અહંકાર. સંબંધમાં સમસ્યા આવે તો તેનું સમાધાન લાવવા સાથે મળી વાત કરો. મનમાં અહંકાર રાખવાથી સમસ્યા વધારે જટિલ થશે. જો ઈગો રાખશો તો તાણનું સ્તર વધતું જશે.

સ્પેશ્યલ: પ્રેમસંબંધમાં વિશ્વાસ જાળવી રાખવા માટે મહત્વની વાતો
File Photo

પ્રેમસંબંધોમાં દરેક વ્યક્તિનો ભૂતકાળ કડવો જ હોય છે. ભૂતકાળને વારંવાર વર્તમાનમાં લાવશો તો સંબંધોમાં ખટાસ આવી જશે. જ્યારે પણ ઝઘડો થાય ત્યારે વ્યક્તિના ભૂતકાળને વાગોળવો યોગ્ય નથી. આમ કરવાથી સમસ્યા વધશે. કપલ્સની આદત હોય છે કે એકબીજા સાથે સમય પસાર કરતી વખતે પણ તેઓ ફોન સાથે રાખે છે. પરંતુ જ્યારે પાર્ટનર સાથે હોય ત્યારે પોતાના ફોનને દૂર રાખવો જોઈએ. જ્યારે પણ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં હોય ત્યારે ઈંટરનેટ અને ફોનને સ્ટોપ કરી દો.

સ્પેશ્યલ: પ્રેમસંબંધમાં વિશ્વાસ જાળવી રાખવા માટે મહત્વની વાતો
File Photo

આ સાથે પાર્ટનર વખાણ નથી કરતાં, ફરવા નથી લઈ જતા વગેરે જેવી ફરિયાદો કરવી જોઈએ નહીં. ફરિયાદો કરવા કરતાં એ વાત સમજવી જોઈએ કે પાર્ટનરની સ્થિતિ શું છે. જો સમયનો અભાવ કે અન્ય સમસ્યા હોય તો પાર્ટનરની ફરિયાદને દૂર કરવાનો પ્રયાસ કરો. તો વળી, કપલ્સ વચ્ચેનું મૌન ગંભીર સમસ્યા સર્જી શકે છે. ઘણા લોકો ઝઘડા પછી દિવસો સુધી એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ કરી દેતા હોય છે. આમ કરવાથી બંનેના મનનું ભારણ વધી જાય છે. તેથી ઝઘડો થાય તો પણ એકબીજા સાથે વાત કરી મન હળવું કરી લેવું.