આપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇની દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ફાઇલ તસવીર
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, પ્રિયકાન્ત શ્રીમાળી

આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય રીતે પગપેસારો કરી ચુકી છે. ભાજપ-કોંગ્રેસની સાથે હવે આપ પાર્ટીની પણ લોકપ્રિયતા સતત વધી રહી છે. આજે આપ પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરીનો જન્મદિવસ છે. પંથકમાં અને રાજ્યમાં સૌને સાથે રાખી ચાલનારા ભેમાભાઇ ચૌધરી 2013થી સતત આમ આદમી પાર્ટીની વિચારધારાથી પાર્ટીમાં જોડાઇ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે. ભેમાભાઇ ચૌધરીના જન્મદિવસે આવો જાણીએ તેમના વિશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કિસાન આંદોલન ઉપવાસ સમયની તસવીર

બનાસકાંઠા જીલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે 25 સપ્ટેમ્બર 1974ના રોજ ભેમાભાઇ ચૌધરીનો જન્મ થયો હતો. પ્રાથમિક શિક્ષણ જસરામાં અને માધ્યમિક શિક્ષક દિયોદરના દુચકવાડામાં પુર્ણ કર્યા બાદ તેઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણથી સ્નાતક, અનુસ્નાતક આર્ટ્સ અને માસ્ટર ઓફ આર્ટ્સમાં સ્નાતક થયા હતા. જે બાદમાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)માં બાળપણથી 2006 સુધી વિવિધ જવાબદારીઓ નિભાવી હોવાનું પણ ભેમાભાઇએ જણાવ્યું હતુ. તેમણે 2006 થી 2012 સુધી વિવિધ હોદ્દાઓ માટે ભાજપમાં જવાબદારી નિભાવી હોવાનું ઉમેર્યુ હતુ. આ સાથે 2007થી એનજીઓ દ્વારા સામાજિક સેવા, ધાર્મિક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ભેમાભાઇ 2013થી સતત આમ આદમી પાર્ટીમાં સેવા આપી રહ્યા છે. આ સાથે તેઓએ 2000 થી 2015 સુધી આદર્શ સહકારી બેંકમાં એમડી તરીકે સેવા આપી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, તેમણે 2005માં સુરત અને વડોદરામાં પૂર હોનારતમાં સતત સેવા પ્રવૃત્તિઓ કરી હતી. આ સાથે વર્ષ 2001માં ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપ, તેમણે ભચાઉ કેન્દ્રમાં એક મહિના સુધી સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરી હતી.

કિસાન આંદોલન દિલ્હીની તસવીર

આ સાથે પાલનપુર સિવિલ હોસ્પિટલને સાબર ડેરીના ગલબાભાઇ ટ્રસ્ટને સોંપવાના સરકારના નિર્ણય બાદ 23 એપ્રિલ, 2018 રોજ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) ની તપાસ ટીમ આવી હતી. જેમાં નાગરિક સંરક્ષણ સમિતિ દ્વારા રજૂ કરાયેલા અનેક પુરાવા સાથે સિવિલના ખાનગીકરણ અંગે પોલીસે MCI સમક્ષ હાજર થવા માંગતા ભેમાભાઈ ચૌધરીની ધરપકડ કરી અજાણી જગ્યાએ લઈ ગયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.

આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી સરકાર વિરૂધ્ધ ખેડૂતોના અધિકારો માટે આંદોલન અને જેલની યાત્રા પણ ભોગવી ચુક્યા છે. આ તરફ પાર્ટી માટે સતત સક્રિય રહેતાં હોઇ આમ આદમી પાર્ટી (આપ)ની રાજ્ય સમિતિએ ઉપપ્રમુખ તરીકે ભેમાભાઈ ચૌધરી સહિત નવ હોદ્દેદારોની નિમણૂકની જાહેરાત કરી છે. 25 ડિસેમ્બર 2020ના રોજ તેમને પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ફાઇલ તસવીર

ભેમાભાઈ ચૌધરી વાઈસ પ્રેસિડેન્ટ ગુજરાત AAP એ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને દિલ્હી સરકારની તર્જ પર કોવિડ -19 દર્દીઓ માટે રાજ્ય આધારિત ખાનગી હોસ્પિટલોમાં સારવાર અને બિલિંગનું ઓડિટ કરવાની માંગ કરી હતી.

ભેમાભાઇની ખેડૂત નેતા રાકેશ ટીકેત સાથેની ફાઇલ તસવીર

આ સાથે તેમણે કૃષિ કાયદા વિરૂદ્ધ દિલ્હી સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતો પર કથિત બદનક્ષીપૂર્ણ ટિપ્પણી કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કાનૂની નોટિસ પણ આપી હતી.

ફાઇલ તસવીર

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code