સ્પેશ્યલ@ગુજરાત: ભિલોડાની યુવતિ મીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ભાગ લેશે

અટલ સમાચાર,ભિલોડા ભિલોડાના માંકરોડા ગામની કેયા વાઝા નામની યુવતિ મીસ ઇન્ડીયા ઇન્ટરનેશનલમાં ભાગ લેવા જઇ રહી છે. આ પહેલા મીસ ઇન્ડીયામાં ભાગ લઇ ચુકી છે. આ ગુજ્જુ યુવતિએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. આજે આપણે જાણીશુ ગુજ્જુ ગર્લ કેયા વાઝા વિશે રસપ્રદ વાતો. અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના માંકરોડા ગામની કેયા વાઝા મીસ ઇન્ડીયા ઇન્ટરનેશનલમાં ભાગ લેવા
 
સ્પેશ્યલ@ગુજરાત: ભિલોડાની યુવતિ મીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ભાગ લેશે

અટલ સમાચાર,ભિલોડા

ભિલોડાના માંકરોડા ગામની કેયા વાઝા નામની યુવતિ મીસ ઇન્ડીયા ઇન્ટરનેશનલમાં ભાગ લેવા જઇ રહી છે. આ પહેલા મીસ ઇન્ડીયામાં ભાગ લઇ ચુકી છે. આ ગુજ્જુ યુવતિએ ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. આજે આપણે જાણીશુ ગુજ્જુ ગર્લ કેયા વાઝા વિશે રસપ્રદ વાતો.

સ્પેશ્યલ@ગુજરાત: ભિલોડાની યુવતિ મીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ભાગ લેશે

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના માંકરોડા ગામની કેયા વાઝા મીસ ઇન્ડીયા ઇન્ટરનેશનલમાં ભાગ લેવા જઇ રહી છે. સપનાં તો અનેક હોય પણ તે પુરા થઈ શકતા નથી. પરંતુ એક એવી યુવતી પણ છે કે જેને પોતાના સપનાં પૂર્ણ કરી બતાવ્યા છે. આમ તો કેયા વાઝા ગામડાની યુવતી છે અને તેનું ભણતર પણ ભીલોડામાં જ થયું છે અને અમદાવાદ ખાતે બીએસસી પણ કરી ચૂકી છે.

સ્પેશ્યલ@ગુજરાત: ભિલોડાની યુવતિ મીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ભાગ લેશે

કેયાએ પોતાની સુંદરતા નીખારવા અનેક ચઢાવો ચડ્યા અને મીસ ઈન્ડિયાના મુકામ સુધી પણ પહોચી ગઈ હતી. પરંતુ મીસ ઇન્ડિયાના ખિતાબથી દૂર રહી હતી. કેયા અગામી 18મી નવેમ્બરે ઈન્ડોનેશિયામાં યેજાનારી મીસ ઇન્ડિયા ઈન્ટરનેશનલના ફિનાલેમાં ભાગ લેશે. અને હાલ વિવિધ પ્રકારની એડ, ફોટોગ્રાફી આલ્બમ અને તાજેતરમાં ઉદીત નારાયણ અને શ્રેયા ઘોસાલના એક સોન્ગના આલ્બમનું શૂટ પણ કર્યુ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

સમગ્ર મામલે કેયા વાઝાએ જણાવ્યુ હતુ કે, મારો જન્મ ભીલોડામાં જ થયો છે અને બીએસસી કરવા અમદાવાદ ગઈ હતી. કોલેજ પુરી કર્યા બાદ મૉડલિંગ પણ સ્ટાર્ટ કર્યું છે. મે મીસ ઇન્ડિયા 2019માં ભાગ લીધો હતો. જેમાં બે એવોર્ડ પણ મળેલા છે. અગામી સમયમાં ઈન્ડોનેશિયા મીસ ઈન્ડીયામાં ભાગ લેવા જઈ રહી છું અને ભવિષ્યમાં ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા છે અને પરિવારનો મને પુરેપુરો સપોર્ટ મળી રહ્યો છે.

સ્પેશ્યલ@ગુજરાત: ભિલોડાની યુવતિ મીસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ભાગ લેશે

આમ તો કેયાને બેસ્ટ વોક અને બેસ્ટ કોન્ફિડન્સનો એવોર્ડ પણ મેળવ્યો. કેયાએ અનેક પ્રકારના ફોટોશૂટ પણ કર્યા છે. જે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. આમ તો કેયાનું સ્વપ્ન છે કે તે મિસ ઓબિર્ટ વલ્ડ વાઈડ પેજન્ટમાં જવાનું છે કે જેમાં 40થી 50 દેશઓની છોકરીઓ ત્યા ભારતનું પ્રતિનિધિત્વ કરશે તો આ ઉપરાંત મુવીમાં પણ કામ કરવાની ઈચ્છા પણ ધરાવે છે.