આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

ગુજરાત સહિત ભારત ભરમાં કોરના માણસોને હંફાવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1000 સુધી પહોંચા આવી છે. ગઈ કાલે 24 કલાકમાં નવા 163 કેસ સામે આવ્યા હતા ત્યારે ગુજરાતમાં કેટલાક વિસ્તારને કોરોના હોટસ્પોટ, કન્ટેન્ટમેન્ટ અને રેડઝોનની કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે તો અમદાવાદ સુરતમાં ક્ફર્યુ લાદી દેવામાં આવ્યો છે. તો આ ક્ફર્યુ, હોયસ્પોટ અને ઝોન શું છે તેની સાદી સમજ સમજવા માટે આ રહી તમામ માહિતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કન્ટેન્ટમેન્ટ ઝોન

 • હોસ્ટપોટ અંતરર્ગત આવતા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાય છે
 • કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર કોઈ પ્રકારની ગતિવિધિ ન થઈ શકે
 • આ ઝોનની મર્યાદામાં આવતા વિસ્તારમાં કડક નિયંત્રણ હોય છે
 • મેડિકલ અને લો એન્ડ ઓર્ડર જેવી જરૂરી સેવા છોડીને બધુ જ બંધ હોય છે
 • અંદર અનેબહાર લોકોને મૂવમેન્ટ કરવા દેવામાં આવતી નથી
 • કન્ટેન્ટમેન્ટ વિશે જાડોયાલી ગાઈડલાઈનનું કડક પાલન કરવાનું રહે છે

હોટસ્પોટ કોને કહેવાય?

 • એવી જગ્યા કે જ્યાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી રહ્યાં છે
 • આ વિસ્તારમાં પ્રવેશ અને અંદરથી બહાર જવા પર પ્રતિબંધ હોય છે
 • હોટસ્પોટ વિસ્તારમાં અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે
 • હોટસ્પોટ વિસ્તારોને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવે
 • સીલ વિસ્તારોમાં તમામ સેવાની હોમ ડિલીવરી થાય છે
 • આરોગ્ય કર્મીઓ-ડિલીવરી કરનાર વ્યક્તિને જ પ્રવેશ મળે છે
 • સીલ કરેલા વિસ્તારમાં બેરિકેટ લગાવવામાં આવે છે
 • મેજિસ્ટ્રેટ સાથે પોલીસ અધિકારીઓ સતત નજર રાખે છે
 • પ્રવેશ મેળવનાર વ્યક્તિઓ માટે પાસ ઇશ્યૂ કરવામાં આવે છે
 • હોટસ્પોટમાં તમામ દુકાનો સહિતની સેવાઓ બંધ રાખવામાં આવે છે

કર્ફ્યૂ કેમ લગાવવામાં આવે?

 • કોરોનાના હદથી વધુ કેસ હોય તે વિસ્તારને હોટસ્પોટ જાહેર કરાય છે
 • હોટસ્પોટ વિસ્તારમાં લોકોને બહાર નીકળવાની મંજૂરી નથી હોતી
 • તેમ છતાં લોકો નિયમો તોડતા હોય તો ત્યાં કર્ફ્યૂ લગાવવામાં આવે છે
 • કર્ફ્યૂ લાગ્યા બાદ લોકોની અવરજવર પર પ્રતિબંધ લાગે છે
 • લોકો ન માને તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે

ઓરેન્જ ઝોન શું છે?

 • કોરોના સંક્રમણના કેટલાક કેસ હોય ત્યાં ઓરેન્જ ઝોન લાગે
 • અહીં તંત્ર લોકડાઉન, સીલ કરવા કે અન્ય પગલા લઈ શકે
 • આ ઝોનમાં સંક્રમણ વાળા વિસ્તારને છોડીને અન્ય વિસ્તારમાં છૂટછાટ હોય
 • અન્ય વિસ્તારમાં જરૂરી સામાન ખરીદવા લોકો બહાર નીકળી શકે
 • તંત્ર આ માટે સમય મર્યાદા પણ નક્કી કરી શકે છે

ગ્રીન ઝોનને સમજો

 • ગ્રીન ઝોન એટલે કે કોરોના સંક્રમણ મુક્ત વિસ્તાર
 • અહીં લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુ ખરીદવાની મંજૂરી હોય છે
 • ખરીદી માટે ઘર બહાર નીકળવાની મંજૂરી મળે છે
 • ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસટન્સ જળવાય તે જરૂરી
 • નિયમનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ શકે

રેડ ઝોનના કેવા છે નિયમ?

 • રેડ ઝોન એ સૌથી ખતરનાક ઝોન છે
 • કોરોનાની ઝપેટમાં મોટી માત્રામાં લોકો આવ્યા હોય ત્યાં રેડ ઝોન લાગે
 • અહીં સંક્રમણ વધવા કે અન્ય જગ્યાએ સંક્રમણ ફેલાવાની શંકા વધુ હોય છે
 • આવા વિસ્તારોને રેડ ઝોનમાં સામેલ કરવામાં આવે છે
 • અહીં લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ હોય છે
 • અહીં લોકો ઘરની બહાર નથી નીકળી શકતા
 • ઈમરજન્સીની સ્થિતિમાં વ્યક્તિ માત્ર હેલ્પલાઈન પર ફોન કરી શકે છે
 • તંત્ર પોતાની રીતે એ વ્યક્તિને મદદ કરી શકે છે
 • રેડ ઝોનમાં તંત્ર જ જરૂરી ચીજવસ્તુનો સપ્લાય કરે છે
 • લોકોના ઘર સુધી જરૂરી ચીજવસ્તુઓ તંત્ર જ પહોંચાડે છે
 • રેડ ઝોનમાં લોકો પર પણ ખાસ નજર રાખવામાં આવે છે
 • અહીં નિમય તોડવા પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code