સ્પેશ્યલ@ગુજરાત: સિનિયર કોચનુ નવું નામાભિધાન જોગવાઈ મુજબ? સૌથી મોટા ઘટસ્ફોટની ઝલક વાંચો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
રમતગમત વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સિનિયર કોચનુ કેટલાક વર્ષ અગાઉ નવું નામાભિધાન કરવામાં આવ્યું હતુ. અધિકારી શબ્દથી બહું પ્રેમ અને ઓફિસર શબ્દનો દબદબો વધારે હોવાથી આખરે ડીએસડીઓ બનાવી દીધા અથવા બની ગયા. હવે રાજ્યમાં કોઈપણ કર્મચારીના નામ/પોસ્ટ/હોદ્દાને નવા શબ્દનો જામો પહેરાવાનો થાય અથવા જૂની પોસ્ટને નવું નામાભિધાન કરવું હોય તો નિયત પ્રક્રિયાની જોગવાઈ છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એટલે કે એસ.એ.જી છેવટે તો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળ આવે છે. આ એસ.એ.જીનો એક પત્ર સામે આવ્યો છે, જોકે આ પત્રની ખરાઇ અને કેવીરીતે સિનિયર કોચનુ ડી.એસ.ડી.ઓ નામાકરણ થયું તે સમજવા જેવું છે. જોરશોરથી એવી ચર્ચા છે કે, ઓથોરિટીએ માત્ર રમતગમત વિભાગના મંત્રીની સુચના બતાવી સીધેસીધું નવું નામ આપ્યું છે. જેમાં વિભાગની, જીએડીની અને એફડી સહિતની મંજૂરી/પરામર્શ/સંદર્ભ નથી તેવી કથિત બાબત ચોંકાવનારી છે. વાંચો નીચેના ફકરામાં થોડી ઝલક.
અટલ સમાચાર ડોટ કોમને કથિત રીતે એવી ચોંકાવનારી વિગતો ધ્યાને આવી છે કે, અગાઉ નામ/પોસ્ટ ધરાવતા ડીસ્ટ્રીક્ટ સિનિયર કોચ જેઓ આજે અને છેલ્લા બે-ત્રણ વર્ષથી જીલ્લા રમત વિકાસ અધિકારી નામ ધરાવતા બની ગયા છે. હવે આ ડીસ્ટ્રીક્ટ સિનિયર કોચનુ નવું નામાભિધાન કોણે, કેવીરીતે, ક્યારે, કઈ રીતે કર્યું તે તાત્કાલિક અસરથી જાણવું/સમજવું/ધ્યાને મૂકવું અગત્યનું બન્યું છે. અટલ સમાચાર ડોટ કોમ દ્વારા આ બાબતે ટૂંક સમયમાં મોટો અને હકીકતલક્ષી ખુલાસો કરવા પ્રયત્ન થશે પરંતુ એ પહેલાં કેટલીક ઝલક જાણીએ. સિનિયર કોચની પોસ્ટ રમતગમત વિભાગે ઉભી કરેલી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પણ રમતગમત વિભાગ હેઠળ છે. હવે આ સિનિયર કોચ પોસ્ટને નવું નામ જિલ્લા રમત વિકાસ અધિકારીથી સંબોધવા અથવા નવા નામાભિધાન કરવા શું જોગવાઈ મુજબની પ્રક્રિયા થઈ હતી? એસ.એ.જીનો એક કથિત પત્ર આવ્યો છે જેમાં નવું નામાભિધાન બાબતે બે, ચાર લીટી લખેલી પરંતુ પ્રક્રિયા બાબતે એક જ સંદર્ભ છે. આ સંદર્ભ પણ સિનિયર કોચની અગાઉ ઉભી કરેલી પોસ્ટ બાબતનો છે અને છેલ્લે વિભાગના મંત્રીની મંજૂરી કરીને નવું નામાભિધાન કરી દીધું છે. આ પત્રની હકીકત અને ડીજી તેમજ વિભાગ શું કહે છે તે સહિતનો રીપોર્ટ ટૂંક સમયમાં.