આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, છતાં પણ કેટલીક જગ્યાઓ પર ચોરી છૂપીથી દારૂનું વેચાણ થાય છે. ઘણી વાર એવા પણ કિસ્સાઓ પ્રકાશમાં આવે છે કે, નશાની હાલમાં ડ્રાઈવર વાહન ચલાવતો હોવાના અકસ્માત થયો હોય. ભૂતકાળમાં દારૂના કારણે હત્યા જેવા કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે. આજે આપણે વાત કરીશુ એક એવા ગામની કે જ્યાં દારૂડિયાઓને ગ્રામજનો જ સજા આપે છે.

સાંણદ તાલુકાના મોતીપુરા ગામના લોકોએ દારૂ જેવી બદીઓને જાકારો આપવા સરાહનિય નિર્ણય કર્યો છે. મોતીપુરા ગામના લોકોએ દારૂબંધીના મોટા-મોટા સ્લોગલો બોલવા કે, પ્રચાર કરવાના બદલે દારૂડિયાઓને સીધા કરવાનો અનોખો ઉપાય અપનાવ્યો છે.

ગામના લોકો દ્વારા એક મોટું પાંજરું બનાવવામાં આવ્યું અને પાંજરાને ગામના ચોકમાં રાખવામાં આવ્યું છે. ગામ લોકોએ આ પાંજરાનું નામ મોતીપુરા જેલ આપ્યું છે.

DRDA MEHSANA ADd.jpeg
Advertise

જે લોકો દારૂના નશામાં ગામ રખડતા દેખતા તેમને આ પાંજરામાં પૂરી દેવામાં આવે અને દારૂડિયા પાસેથી દંડ પેટે 1,200 રૂપિયાની વસુલાત કરવામાં આવે છે. દંડની જે પણ રકમ એકઠી થાય છે, તેનો ઉપયોગ ધાર્મિક, સામાજિક કાર્યમાં અથવા તો ગામના વિકાસ માટે થાય છે. ગામના સરપંચે જણાવ્યું હતું, વડવાઓ પહેલાથી દારૂના નશામાં ડૂબતા આવ્યા છે, એટલે ગામમાં દારૂબંધી કરવા માટે અમારા ગામના લોકોએ સાથે મળીને આ નિયમ બનાવ્યો છે.

atalsamachar watsapp add

25 May 2020, 8:35 AM (GMT)

COVID-19 Global Stats

5,513,975 Total Cases
346,873 Death Cases
2,309,365 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code