આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ દિવસ છે. વર્ષ 2016માં ગુજરાતનાં રાજકારણમાં અચાનક તત્કાલીન સીએમ આનંદીબેન પટેલે રાજીનામું ધરી દીધું હતું. જે બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે મહાત્મા મંદિર ખાતે વિજય રૂપાણીએ શપથ લીધા હતા. 7 ઓગસ્ટ 2016 રોજ તેઓએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર બાદ 2018ના જાન્યુઆરીમાં મુખ્યમંત્રી બન્યા હતા. આમ, આ સાત ઓગસ્ટે રાજ્યનું સુકાન સંભાળતા તેમને પાંચ વર્ષ પુરા થશે.

દેશી ગાયનું ઘી બુક કરવા અહિં ક્લિક કરો

વિજય રૂપાણીનો જન્મ ભારતમાં નહીં પરંતુ બર્માના રંગૂનમાં થયો હતો. વર્ષ 1956માં જન્મેલા રૂપાણી બર્મીસ છે. તેઓ ગુજરાતના રાજકોટમાં આવીને વસતાં કર્મે ગુજરાતી બન્યા હતાં. 1971થી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સાથે જોડાયેલા રૂપાણીએ ભાજપ અને સરકારનાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું છે. ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે. પોતાના કાર્યો અને સમર્પણ દ્વારા રોજિંદી રાજકીય બાબતોમાં પક્ષની નીતિ, તેના સિદ્ધાંતો અને સ્પષ્ટતાનો તેમણે હમેશા અમલ કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, બાળપણથી જ વિજયભાઇ આરએસએસના આદર્શોને વરેલા રહ્યાં છે. જૈન પરિવાર અને પરંપરામાં તેમનો ઉછેર થયો છે આથી વારસાગત વિનમ્રતા તેમના વ્યક્તિત્વમાં પ્રબળપણે ઝળકી ઉઠે છે. તેમનો જન્મ બર્માના તત્કાલિન રંગૂન શહેરમાં થયો હતો, પરંતુ બાળપણમાં તેમનો ઉછેર અને તેમની કારકિર્દીનું નિર્માણ રાજકોટ ખાતે થયું છે.ભાજપમાં જોડાવાનું તેમનું મૂળ કારણ સમાજ પ્રત્યે સમર્પણ અને નિષ્ઠા છે. પોતાના કાર્યો અને સમર્પણ દ્વારા રોજિંદી રાજકીય બાબતોમાં પક્ષની નીતિ, તેના સિદ્ધાંતો અને સ્પષ્ટતાનો તેમણે હમેશા અમલ કર્યો છે.

File Photo

આ સાથે 1987માં કોર્પોરેટર તરીકે તેમની રાજકીય કારકિર્દી ખૂબ જ ઝડપથી આગળ વધવા લાગી. રાજકોટ શહેરને શ્રેષ્ઠ શહેરમાં રૂપાંતર કરવા માટે તેમણે તેમની રાજકીય કુનેહનો ઉપયોગ કર્યો.રાજકોટ શહેરમાં ભાજપના મહામંત્રી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે પણ તેમના કાર્યકાળ દરમિયાન તેમણે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કર્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની આગેવાની કરનારા તેઓ સૌથી યુવાન વ્યક્તિ હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code