આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના વાયરસની મહામારીથી સેંકડો ભારતીયો શિકાર બની રહ્યા છે. કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવામાં હવે દેશના કેટલાક શહેરોમાં કેટલાક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. હવે આપણે એ પણ જોઈએ કે લોકડાઉન હોવા છતાં કેટલાક વિસ્તારોને હોટસ્પોટ શા માટે જાહેર કરવામાં આવ્યા છે. અને ત્યાં ક્લસ્ટર ક્વોરન્ટાઈન તેમજ કન્ટેન્મેન્ટની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

25 માર્ચથી દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન દરમિયાન જરૂરી સામાન લેવા બહાર જઈ શકાય છે. શાકભાજી, રાશન, દૂધ, દવા લેવા માટે બહાર જવાની મંજૂરી છે. સાથે જ ઈમરજન્સી સેવા પણ ચાલુ રહે છે. કારણ વિના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે. છતાં આ પીરિયડમાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. અને લોકડાઉનના નિયમનો ભંગ કરી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બીજી તરફ એવા વિસ્તારો જ્યાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેવા વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જેથી લોકો ઘરની બહાર ન નીકળી શકે અને કોરોનાના સંક્રમનમાં અન્ય લોકો ન આવે.. હોટસ્પોટ જાહેર કર્યા બાદ આ વિસ્તારોમાં તમામ દુકાનો બંધ રહેશે. લોકો ઘર બહાર પગ નહીં મુકી શકે. તો ડોર ટૂ ડોર સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે. અને તમામ લોકોના સેમ્પલ લેવામાં આવે છે. જ્યારે કોઈ વિસ્તારમાં કોરોનાના કેસ હદથી વધુ વધી જાય ત્યારે તે વિસ્તારમાં લોકડાઉન જાહેર કરવામાં આવે છે.

કોરોનાના કારણે દેશના કેટલાક વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના કોટ વિસ્તારને પણ હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે..તો આ હોટસ્પોટ શું હોય છે, અને હોટસ્પોટ વિસ્તારની પસંદગી કેવી રીતે થાય છે, તેની વાત કરીએ તો, જે વિસ્તારમાં કોરોના પોઝિટિવના અનેક દર્દીઓ મળ્યા હોય અને સંક્રમણ વધવાની સંભાવના વધુ હોય તેવા વિસ્તારને હોટસ્પોટ જાહેર કરવામાં આવે છે. આ વિસ્તાર કોઈપણ સાઈઝનો હોઈ શકે છે. એ પછી કેટલાક મકાન હોઈ શકે, સોસાયટી, કોલોની કે સમગ્ર સેક્ટર કે સમગ્ર એપાર્ટમેન્ટને હોટસ્પોટ જાહેર કરવામાં આવી શકે છે. હોટસ્પોટમાં રહેતા લોકોને લોકડાઉનનો નિયમ પણ પાળવો પડે છે.

હૉટસ્પૉટની કેવી રીતે થાય છે પસંદગી?

 • અનેક પોઝિટિવ દર્દી મળ્યા હોય અને સંક્રમણ વધવાની સંભાવના વધુ હોય
 • આવા વિસ્તારને હૉટસ્પૉટ કહેવામાં આવે છે
 • કોઈપણ સાઈઝનો એક વિસ્તાર હોઈ શકે છે
 • મકાનથી લઈને સોસાયટી, કોલોની કે સમગ્ર સેક્ટર હોઈ શકે
 • કોઈ એક અપાર્ટમેન્ટને પણ હૉટસ્પૉટ માનવામાં આવી શકે
 • હૉટસ્પૉટમાં રહેતા લોકોએ લોકડાઉનનો નિયમ પણ પાળવો પડે છે

કોરોના હૉટસ્પૉટમાં શું થશે, શું નહીં?

 • હૉટસ્પૉટમાં 100 ટકા લોકડાઉનનું પાલન કરવું જરૂરી
 • હૉટસ્પૉટમાં કોઈપણ દુકાન ખુલી ન શકે
 • વિસ્તારના એન્ટ્રી, એગ્ઝિટ પોઈન્ટ પર બેરિકેડ હોય છે
 • લોકોને એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવાની મંજૂરી નથી હોતી
 • હૉટસ્પૉટ માટે વિશેષ પાસ ધારકોને જ આ વિસ્તારમાં જવાની મંજૂરી મળશે
 • એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડને પણ એન્ટ્રીની મંજૂરી લેવી પડે
 • હૉટસ્પૉટમાં મીડિયાના પ્રવેશને પર પણ પ્રતિબંધ
 • સપ્લાયની વ્યવસ્થા માત્ર હોમ ડિલિવરીના માધ્યમથી થાય
 • ફળ, શાકભાજી, દવા, રાશન હોમ ડિલિવરીથી મળશે
 • ઘરે ઘરે જઈને કોરોના સંક્રમણ અંગે તપાસ કરવામાં આવે છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code