આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,કડી

નારી એકતા ગ્રુપ કડી દ્વારા જય વિનાયક સોસાયટીમાં મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આગામી તા.30/12/2019ના રોજ પ્રેમલગ્નની ઘટનાઓ અને તેને લઇ ઉભા થતાં સામાજીક ટકરાવ સામે વિરાટ મહિલા સભા અને રેલીનુ આયોજન ગોઠવાયુ છે. જેની પુર્વ તૈયારીના ભાગરૂપે સભા અને બેઠકો યોજવામાં આવી રહી છે. આ દરમ્યાન કડી શહેરની સોસાયટીઓની સરેરાશ 200 મહિલાઓએ એકત્રીત થઇ સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહેસાણા જીલ્લાના કડીમાં આગામી દિવસોએ સામાજીક ઘટનાઓને લઇ મોટું આયોજન ગોઠવવામાં આવી રહ્યુ છે. જેમાં સમાજની દીકરીઓ માતા-પિતાની જાણ બહાર ભાગીને પ્રેમલગ્ન કરતી હોવાના વિરોધમાં વિશાળ જાગૃતિ કાર્યક્રમ યોજાશે. આગામી સમયમાં નારી એકતા ગ્રુપ અને કડી પાટીદાર સેનાના નેજા હેઠળ પ્રેમલગ્ન સામે હાલની કાયદાકીય જોગવાઇઓમાં ફેરફાર કરી સુધારા કરવામાં આવે તેવા હેતુથી મામલતદારને આવેદનપત્ર આપશે. આ દરમ્યાન મોટી રેલી યોજી વિરાટ સભાનું આયોજન કરવાની તૈયારીઓ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, જાગૃત્તિ કાર્યક્રમને સફળ બનાવવા અત્યારથી જ બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં કડીની વિનાયક સોસાયટી પાસે સભા ગોઠવી તૈયારીઓ વિશે જણાવવામાં આવ્યુ હતુ. સભામાં કડી પાલિકાના પ્રમુખ શારદાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન પટેલ, સમાજ સેવક ખોડાભાઈ પટેલ, કલાકાર ભરત પ્રજાપતિ તથા મહેસાણા પાટીદાર સેનાના અગ્રણી સતીશ પટેલે હાજર રહ્યા હતા. જેમાં સમાજમાં કેટલીક બાબતોનો સુધારો કરાવવા મહિલાઓને આગળ આવવા હાકલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code