સ્પેશ્યલ@કાશ્મીર: ઉત્તર ગુજરાતના દિગ્ગ્જોએ ધંધા અને વેપારની ગણતરી માંડી

અટલ સમાચાર, મહેસાણા જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્ર સરકારે 370 અને 35-A કલમ હટાવતા ઉત્તર ગુજરાતમાં વિવિધ રીતે ગણતરીઓ મંડાઇ છે. વેપારી કોઠાસુઝ ધરાવતા દિગ્ગ્જો ધંધા માટે ચોક્કસ શહેરની જમીનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે. ભાજપનો પ્લાન સફળ થશે તો આગામી દિવસોએ મોટી બિઝનેસ સમિટ યોજાવાની હોઇ રોકાણકારો અત્યારથી જ શોધખોળ અને મંથનમાં લાગ્યા છે. ગુજરાતીઓની
 
સ્પેશ્યલ@કાશ્મીર: ઉત્તર ગુજરાતના દિગ્ગ્જોએ ધંધા અને વેપારની ગણતરી માંડી

અટલ સમાચાર, મહેસાણા

જમ્મુ અને કાશ્મીરમાં કેન્દ્ર સરકારે 370 અને 35-A કલમ હટાવતા ઉત્તર ગુજરાતમાં વિવિધ રીતે ગણતરીઓ મંડાઇ છે. વેપારી કોઠાસુઝ ધરાવતા દિગ્ગ્જો ધંધા માટે ચોક્કસ શહેરની જમીનમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે. ભાજપનો પ્લાન સફળ થશે તો આગામી દિવસોએ મોટી બિઝનેસ સમિટ યોજાવાની હોઇ રોકાણકારો અત્યારથી જ શોધખોળ અને મંથનમાં લાગ્યા છે. ગુજરાતીઓની આગેવાનીમાં વાયબ્રન્ટ જે એન્ડ કે યોજાય તો નવાઇ નહિ.

ગુજરાત સહિત દેશભરની બિઝનેસ સમિટમાં રોકાણ માટે જાણીતા ગુજરાતીઓ હવે કાશ્મીર તરફ મીટ માંડવાની શરૂઆત કરી છે. રાજય બહારના લોકો માટે હવે જમીન ખરીદવી સરળ બનતા રોકાણકારો વ્યાપારની તૈયારી કરી રહ્યા છે. ટૂંક સમયમાં પરિસ્થિતિ થાળે પડી જવાની હોઇ ઉત્તર ગુજરાતના પાટીદાર સહિતના વેપારીઓ ધંધા માટે આયોજનો ઉપર વિચાર કરી રહ્યા છે. ભાજપ સાથે સંકળાયેલા વેપારીઓ વાયબ્રન્ટ સમિટ કરાવવા તલપાપડ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, વર્ષ ર૦૧૯ના અંત સુધીમાં જમ્મુ અને કાશ્મીરમાં વેપારી મેળાવડો ગોઠવવાની ગણતરી છે. આથી ઉત્તર ગુજરાતના પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય, ચૌધરી અને ઠાકોર સમાજના બિઝનેસમેન અનુકૂળ શહેર અને લાંબાગાળા સુધી ચાલે તેવો વેપાર કે ધંધો કરવા નાણાં રોકી શકે છે. આ માટે ટૂંક સમયમાં દેશભરની રીસર્ચ એજન્સીઓ વેપારની સ્થિતિ અંગે રીપોર્ટ તૈયાર કરવા તલપાપડ બની છે.