આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)

ગુજરાતમાં સુપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મેળા માટે અંબાજી સાથે સાથે ખેડબ્રહ્મા પણ મહત્વનું સ્થળ છે. ખેડબ્રહ્મા ખાતેના અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળા માટે આયોજન ગોઠવાયું છે. મેળાના સ્થાને પ્લોટની હરાજી કરી દેવામાં આવી છે. જેમાં 204 પ્લોટ હરાજીથી આપી 2 પ્લોટ સખી મંડળ માટે અનામત રાખવામાં આવ્યા હતા.

અંબાજી, જૂનાગઢ, તરણેતર, શામળાજીની જેમ ખેડબ્રહ્માના ભાદરવી પૂનમના મેળાનું પણ વિશેષ મહત્વ છે. જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, ગોધરા તથા રાજસ્થાન તરફથી આવતાં સંઘ અને પદયાત્રીઓ ખેડબ્રહ્મા માતાજી મંદિરે શીશ ઝુકાવીને અંબાજી તરફ આગળ જાય છે. આથી શ્યામનગરથી હડાદ સુધી સેવા કેમ્પની લાઇનો લાગી છે.

swaminarayan

મેળાને લઈ ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે મેનેજર અને મદદનીશ મેનેજર સહિતના ખડેપગે સેવા બજાવશે. મંદિર દ્વારા આરઓ પ્લાન્ટ સાથે 6 પરબોમા મિનરલ પાણીની સુવિધા આપવામાં આવશે. 120 કાર અને 30 બસ માટે પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. કુલ 2 સ્ટોલ ઉપર પ્રસાદ મળશે. મંદિર પરિસરમાં સ્વચ્છતા માટે પ્રવાસન નિગમના 10 અને મંદિરના 4 સહિત 14 કર્મચારી સફાઈ કરશે.

કન્ટ્રોલ પોઇન્ટ પર યાત્રાળુઓ માહિતી માટે સંપર્ક કરી શકશે. 2 મોટી એલઇડી સ્ક્રીન પર માતાજીના દર્શન કરી શકાશે. 130 રૂમ અને 8 હોલ સાથે પક્ષેન્દ્રનાથ મહાદેવ મંદિરમા સંઘોને રહેવા માટે વ્યવસ્થા થશે. યાત્રાળુ ટ્રાફિકમાં અટવાય નહિ તે માટે  મંદિર પાછળથી બાયપાસ રોડ આપવામાં આવ્યો છે. જે સીધો અંબાજી હાઈવેને મળી જશે.

સરેરાશ 5000 ધજા ચડશે

ખેડબ્રહ્મા મંદિરના મેનેજર ઘનશ્યામસિંહ રહેવર અને  આસી. મેનેજર નટુભાઈ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે પણ અંદાજીત 400 સંઘો દ્વારા 4500થી 5000 ધજાઓ મંદિર પર ચડશે તેવું અનુમાન છે.

ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરમાં દર્શનનો સમય

તા.9 થી 11 દરમ્યાન સવારે 06:30થી રાત્રે 10.30

તા.12 થી 13 ભાદરવા સુદ 14 સવારે 6.30 થી રાત્રે 1.30

તા.14 ભાદરવા સુદ પૂનમ સવારે 6.00 થી રાત્રે 12.00 સુધી

સુરક્ષા વ્યવસ્થા ચાકચોબંધ ગોઠવાઇ

મેળા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવા ગૃહ વિભાગ દ્વારા 1 ડીવાયએસપી., 1 પીઆઈ., 3 પીએસઆઈ., 45 પુરૂષ, 20 મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે 50 જીઆરડી અને 200 હોમગાર્ડ ફરજ બજાવશે.

20 Sep 2020, 9:27 AM (GMT)

COVID-19 Global Stats

31,008,616 Total Cases
961,734 Death Cases
22,614,820 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code