આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ગીરીશ જોશી 

લાખણીના તત્કાલિન ટીડીઓની તાજેતરમાં વાઘોડીયા તાલુકા પંચાતયમાં બદલી થઇ છે. જેમાં હાજર થયાને ગણતરીના દિવસોમાં સ્થાનિક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાંધો લીધો હોવાનું સામે આવ્યુ છે. પોતાના તાલુકામાં ઇચ્છતા ન હોવાથી લાખણીના તત્કાલિન ટીડીઓને બદલીના અંતે ડબલ મુંઝવણથી ટેન્શન બન્યુ છે. એકતરફ વતનથી દૂર ગયા અને બીજી તરફ હાજર થતાં સ્થાનિક ધારાસભ્યએ નોએન્ટ્રીનું વલણ અપનાવતાં ભારે દિવસો શરૂ થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના લાખણીના પુર્વ તાલુકા વિકાસ અધિકારી પશાભાઇ સેનમાની ભયંકર મુંઝવણ વચ્ચે હોવાનું સામે આવ્યુ છે. તાજેતરમાં રાજ્ય સરકારે અનેક ટીડીઓની કરેલી બદલીમાં પશાભાઇને લાખણીથી સીધા જ વડોદરા જીલ્લાના વાઘોડીયા તાલુકા મથકે મુકવામાં આવ્યા છે. બદલી થયા બાદ વાઘોડીયા ટીડીઓ તરીકે હાજર થતા મુશ્કેલી ઉભી થઇ છે. સ્થાનિક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના વાઘોડીયા તાલુકામાં પશાભાઇને ટીડીઓ તરીકે ઇચ્છતા ન હોવાથી બદલી કરાવવા મથામણ શરૂ કરી છે.

સમગ્ર મામલે ટીડીઓ પશાભાઇને પુછતાં જણાવ્યુ હતુ કે, ધારાસભ્ય વડોદરા જીલ્લાના અન્ય તાલુકામાં બદલી કરાવી દેવાનું કહે છે. આથી પંચાયત મંત્રીને મળી અન્ય કોઇ તાલુકામાં મુકાવી દેવાની ઇચ્છા બતાવી છે. સુત્રોએ જણાવ્યુ હતુ કે, મધુ શ્રીવાસ્તવ વાઘોડીયા ટીડીઓ તરીકે સાવલી ટીડીઓને ઇચ્છતા હોઇ ઘટનાક્રમ ઉભો થયો છે. સાવલી ટીડીઓ અગાઉ વાઘોડીયામાં ઇન્ચાર્જ હોઇ મધુ શ્રીવાસ્તવ સાથે તાલમેલ બેસતો હોવાનું મનાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code