સ્પેશ્યલઃ આજે 1 જૂલાઇ આંતરરાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસનું મહત્વ જાણો

અટલ સમાચાર, ડેસ્ક દુનિયાભરમાં 1લી જુલાઇના રોજ ડોક્ટર્સ-ડેની ભવ્ય ઉજવણી થાય છે. કહેવાય છે કે ભગવાનનું બીજુ સ્વરૂપ ડોક્ટર હોય છે. દરેક પરીવાર તંદુરસ્તી માટે ડોક્ટરની સલાહ સુચન પ્રમાણે અમલ કરતા હોય છે. ડોક્ટર પણ દર્દીઓ સાથે પોતાના પરિવાર સભ્ય હોય તેવુ વર્તન લાગણી કેળવી તેમના સ્વાસ્થય અંગે સારવાર કાળજી લેતા હોય છે. હાલમાં કોરોના
 
સ્પેશ્યલઃ આજે 1 જૂલાઇ આંતરરાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસનું મહત્વ જાણો

અટલ સમાચાર, ડેસ્ક

દુનિયાભરમાં 1લી જુલાઇના રોજ ડોક્ટર્સ-ડેની ભવ્ય ઉજવણી થાય છે. કહેવાય છે કે ભગવાનનું બીજુ સ્વરૂપ ડોક્ટર હોય છે. દરેક પરીવાર તંદુરસ્તી માટે ડોક્ટરની સલાહ સુચન પ્રમાણે અમલ કરતા હોય છે. ડોક્ટર પણ દર્દીઓ સાથે પોતાના પરિવાર સભ્ય હોય તેવુ વર્તન લાગણી કેળવી તેમના સ્વાસ્થય અંગે સારવાર કાળજી લેતા હોય છે. હાલમાં કોરોના વિશ્વ વ્યાપી જંગમાં ડોક્ટર્સનું પણ મુખ્યપાત્ર માનવ સેવાના આ મહાયજ્ઞમાં અલ્પનીય અને પાયાનું યોગદાન રહયું છે. પોતાના જીવનના જોખમે દિવસ-રાત જોયા વગર સેવા ધર્મની સાથે સમાજ અને રાષ્ટ્રધર્મ નિભાવે છે.

 

મોટે ભાગે જ્યારે કોઈ આપણા ફેમિલીમાં બીમાર થાય છે, ત્યારે આપણે મૂંઝવણમાં મુકાય જઈએ છીએ કે પેશંટને ક્યા ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. સામાન્ય રીતે આપણે આપણા ફેમિલી ડોક્ટર પાસે જઇએ છીએ અને ત્યારબાદ તેને બીજા ડોક્ટર પાસે રેફર કરવામાં આવે છે. પરંતુ સમય અને ઈમરજેસીની સ્થિતિથી બચવા માટે, તમારે જાણવું જોઈએ કે કયા રોગ માટે કયા ડોક્ટરને બતાવવુ જોઈએ. જનરલ સર્જન આ બધા અંગ ઓપરેટ કરી શકે છે. તેઓ ગાંઠ, અપેંડિક્સ કે ગાલ બ્લેંડર કાઢવા સાથે જ હર્નીયાની સારવાર પણ કરે છે. મોટાભાગના સર્જનોમાં કેન્સર અથવા વેસ્ક્યુલર સર્જરીની પણ વિશેષતા હોય છે.