સ્પેશ્યલ@મહેસાણા: લોકડાઉનમાં આ ગામના સરપંચે 1200 કીટોનું વિતરણ કર્યુ

અટલ સમાચાર, મહેસાણા કોરોના વાયરસને લઇ ગુજરાતમાં 179 કેસો પોઝિટીવ આવતા તંત્રમાં ભારે દોડધામની સ્થિતિ છે. બધાને પોતાના ઘરમાં જ રહેવા અને કામ સિવાય બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે બેચરાજી સરંપચ દ્રારા રોજ કમાઇને રોજ ખાતા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે દાન કરવું તો એવી રીતે
 
સ્પેશ્યલ@મહેસાણા: લોકડાઉનમાં આ ગામના સરપંચે 1200 કીટોનું વિતરણ કર્યુ

અટલ સમાચાર, મહેસાણા

કોરોના વાયરસને લઇ ગુજરાતમાં 179 કેસો પોઝિટીવ આવતા તંત્રમાં ભારે દોડધામની સ્થિતિ છે. બધાને પોતાના ઘરમાં જ રહેવા અને કામ સિવાય બહાર નહિ નિકળવા અપીલ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે બેચરાજી સરંપચ દ્રારા રોજ કમાઇને રોજ ખાતા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે દાન કરવું તો એવી રીતે કરવું કે જમણા હાથે કરેલ દાનની ખબર ડાબા હાથને પણ ના પડવી જોઈએ. આ પંક્તિને અનુરૂપ સરપંચની કામગીરી સરાહનિય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લાના બેચરાજી ગામે સરપંચ દેવાંગભાઈ પંડ્યાએ એક અનોખી પહેલ ઉપાડી છે. દેવાંગભાઈએ લગભગ 1200થી પણ વધુ કીટોનું વિતરણ કરી પ્રેરણારૂપ બન્યા છે. કીટ વિતરણ સિવાય રોજેરોજ 700 થી 800 જરૂરીયાતમંદ લોકોને સવાર-સાંજ એમ બંને સમયે ભોજનની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવે છે. આ લોક્સેવાકીય કાર્યમાં ગ્રામપંચાયતના સભ્યો સહીત ગામના સેવાભાવી વેપારીમિત્રોના સાથ અને સહકાર દ્વારા આ કાર્ય આજે પણ એજ ગતિએ ચાલી રહ્યું છે. રોજે રોજ કમાઈને રોજે રોજ ખાતા એવા લોકોની આ કાર્ય દ્વારા ખુબ જ મદદ થઈ રહી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ સેવાકીય કાર્યનો ઉદેશ્ય જ એ છે કે જરૂરિયાતમંદ લોકો ભૂખ્યા તો ન સુવે. આવા લોકોની મદદ કરીને આ તમામ સેવાભાવીમીત્રો હર્ષની લાગણી અનુભૂતિ કરે છે. 1લીટર તેલ, 2 કિલો ચોખા, મગની દાળ, એક કઠોળ, હળદર, મરચાથી સજ્જ આ કીટ અંદાજે 530 થી 600 રૂપિયાની વચ્ચે તૈયાર થાય છે. ઘર દીઠ એક કીટ અને જો પરિવારમાં 6 થી 7 માણસો હોય તો તેવા પરિવારને 2 કીટ આપવામાં આવે છે. તદ્દઉપરાંત બેચરાજી ગામમાં જ ભોજન બનાવીને અંદાજે સવારે 10:30કલાકે ગામમાં વિચરતી જાતિ માટે ભોજન આપવા નીકળે છે.