સ્પેશ્યલ@મહેસાણા: જીલ્લાનો વહીવટ રેડ કલરમાં, નિતીન પટેલ બેધ્યાન ?

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જીલ્લા વહીવટ તંત્રની નાગરિકલક્ષી કામગીરીનો રીપોર્ટ યુધ્ધના ધોરણે સુધારણા માંગી રહ્યો છે. મુખ્યમંત્રીના ડેસબોર્ડમાં મહેસાણા કલેક્ટર કચેરી સમગ્ર રાજ્યમાં છેક 21માં નંબરે હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મહેસાણા જીલ્લા સેવા સદનમાં અરજદાર નાગરિકોની અરજીનો ભરાવો થતાં વહીવટ રેડ કલરમાં આવી ગયો છે. કલેક્ટરનો રેન્ક તબક્કાવાર ગગડતાનું ધ્યાને આવતા વહીવટી આલમમાં ખળભળાટ
 
સ્પેશ્યલ@મહેસાણા: જીલ્લાનો વહીવટ રેડ કલરમાં, નિતીન પટેલ બેધ્યાન ?

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લા વહીવટ તંત્રની નાગરિકલક્ષી કામગીરીનો રીપોર્ટ યુધ્ધના ધોરણે સુધારણા માંગી રહ્યો છે. મુખ્યમંત્રીના ડેસબોર્ડમાં મહેસાણા કલેક્ટર કચેરી સમગ્ર રાજ્યમાં છેક 21માં નંબરે હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મહેસાણા જીલ્લા સેવા સદનમાં અરજદાર નાગરિકોની અરજીનો ભરાવો થતાં વહીવટ રેડ કલરમાં આવી ગયો છે. કલેક્ટરનો રેન્ક તબક્કાવાર ગગડતાનું ધ્યાને આવતા વહીવટી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

સ્પેશ્યલ@મહેસાણા: જીલ્લાનો વહીવટ રેડ કલરમાં, નિતીન પટેલ બેધ્યાન ?

મહેસાણા જીલ્લાના એક ધારાસભ્યને મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ જવાનું થયુ હતુ. આ દરમ્યાન રાજ્ય વહીવટી તંત્ર હેઠળના જીલ્લાઓની ચર્ચામાં મહેસાણાનો રીપોર્ટ બતાવવા કહ્યું હતુ. જેમાં મહેસાણા વહીવટી તંત્ર છેક 31માં ક્રમે હોવાનો ખુલાસો કરતા પગતળે જમીન ખસી ગઇ હતી. ધારાસભ્યએ તાત્કાલિક વહીવટી તંત્રને ધ્યાન દોરતા યુધ્ધના ધોરણે સુધારો લાવવા મથામણ થઇ હતી. જોકે છેલ્લી સ્થિતિએ 21માં ક્રમે હોઇ સુધારો અવિરત જરૂરી બન્યો છે.

સ્પેશ્યલ@મહેસાણા: જીલ્લાનો વહીવટ રેડ કલરમાં, નિતીન પટેલ બેધ્યાન ?

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના મતવિસ્તાર સહિતના જીલ્લામાં વહીવટી સ્થિતિ ચિંતાજનક બની છે. જીલ્લા વહીવટી તંત્ર હેઠળની વિવિધ કામગીરી અને યોજનામાં અરજીઓનો ખડકલો વધી ગયો છે. આ સાથે ફાઇલોનો નિકાલ મંદ ગતિએ હોઇ મુખ્યમંત્રીના ડેસબોર્ડમાં મહેસાણા જીલ્લાનો વહીવટી રેન્ક તાત્કાલિક અસરથી સુધારો માંગી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ જીલ્લાના વહીવટ સામે બેધ્યાન હોવાનો સવાલ સૌથી મોટો છે.

સ્પેશ્યલ@મહેસાણા: જીલ્લાનો વહીવટ રેડ કલરમાં, નિતીન પટેલ બેધ્યાન ?

નવા સાંસદ સામે મોટો પડકાર

લોકસભાની ચુંટણીને અંતે મતદારોએ ભાજપના શારદાબેન પટેલને ચુંટી લીધા છે. જોકે મહેસાણા જીલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે સાંસદને મોટો પડકાર આવ્યો છે. સમગ્ર જીલ્લાના પ્રતિનિધિના નાતે સાંસદ શારદાબેનને નાગરિકલક્ષી અરજીઓનો નિકાલ કરાવવો જરૂરી બન્યો છે. જેનાથી મુખ્યમંત્રીના ડેસબોર્ડમાં મહેસાણા જીલ્લાની કામગીરીનો રીપોર્ટ 1 થી 5 નંબરે આવે તેવી મતદારો ઇચ્છી રહ્યા છે.