સ્પેશ્યલ@મહેસાણા: કોરોનાનાં કેર વચ્ચે અનેક દુકાનોમાં દેખાયું સોશિયલ ડિસ્ટન્સિંગ

અટલ સમાચાર, મહેસાણા આજથી સમગ્ર દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જતા સમયે સોશિયલ ડિસ્ટનસ એટલે એકબીજાથી દૂર રહેવાનું સૂચન કર્યું છે. આ અપીલનો અમલ મહેસાણામાં શરૂ થઈ ગયો છે. શહેરના વિવિધ વિસ્તારમાં દુકાનદારોએ દુકાનની બહાર ગોળ કુંડાળા બનાવ્યા છે. પાંચ ફૂટ દૂર
 
સ્પેશ્યલ@મહેસાણા: કોરોનાનાં કેર વચ્ચે અનેક દુકાનોમાં દેખાયું સોશિયલ ડિસ્ટન્સિંગ

અટલ સમાચાર, મહેસાણા

આજથી સમગ્ર દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જતા સમયે સોશિયલ ડિસ્ટનસ એટલે એકબીજાથી દૂર રહેવાનું સૂચન કર્યું છે. આ અપીલનો અમલ મહેસાણામાં શરૂ થઈ ગયો છે. શહેરના વિવિધ વિસ્તારમાં દુકાનદારોએ દુકાનની બહાર ગોળ કુંડાળા બનાવ્યા છે. પાંચ ફૂટ દૂર કુંડાળા બનાવી વસ્તુ લેવા ઉભા રહેવા જણાવે છે. દવા, કરીયાણું અને દૂધની દુકાનો બહાર આવા કુંડાળા જોવા મળી રહ્યા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@મહેસાણા: કોરોનાનાં કેર વચ્ચે અનેક દુકાનોમાં દેખાયું સોશિયલ ડિસ્ટન્સિંગ

મહેસાણામાં પાલિકાના નગરસેવક જયદિપસિંહે પણ રાઉન્ડ બનાવ્યા હતા. રાજ્ય અને દેશભરમાં કોરોનાને પ્રસરતો રોકવા માટે જનતા કર્ફ્યુ અને લોકડાઉન સહિતના પગલાં લેવાઇ ગયા છે અને લોકોને પણ આ બાબતની ગંભીરતા સમજાવાઇ રહી છે.શહેરના વિવિધ વિસ્તારમાં દુકાનદારોએ દુકાનની બહાર ગોળ કુંડાળા બનાવ્યા છે. પાંચ ફૂટ દૂર કુંડાળા બનાવી વસ્તુ લેવા ઉભા રહેવા જણાવે છે.