સ્પેશ્યલ@નવરાત્રી: આજે પાંચમું નોરતું, જાણો સ્કંદ માતાની પૂજા વિધી

અટલ સમાચાર, મહેસાણા આસો નવરાત્રીના પાંચમા નોરતે માંં દુર્ગાનાં સ્કંદ માતા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. પાંચમા દિવસે સાધક પોતાનું મન વિશુધ્ધ ચક્રમાં સ્થિર કરે છે. તેમના વિગ્રહમાં સ્કંદ ભગવાન બાલસ્વરૂપમાં માતાજીના ખોળામાં બિરાજમાન છે. સ્કંદ માતા માતૃત્વ ભાવના દેવી તરીકે ઓળખાય છે. તેમનુ વર્ણ શુભ છે અને કમળ પુષ્પ પર બિરાજીત છે. તેમને પદ્માસના
 
સ્પેશ્યલ@નવરાત્રી: આજે પાંચમું નોરતું, જાણો સ્કંદ માતાની પૂજા વિધી

અટલ સમાચાર, મહેસાણા

આસો નવરાત્રીના પાંચમા નોરતે માંં દુર્ગાનાં સ્કંદ માતા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. પાંચમા દિવસે સાધક પોતાનું મન વિશુધ્ધ ચક્રમાં સ્થિર કરે છે. તેમના વિગ્રહમાં સ્કંદ ભગવાન બાલસ્વરૂપમાં માતાજીના ખોળામાં બિરાજમાન છે. સ્કંદ માતા માતૃત્વ ભાવના દેવી તરીકે ઓળખાય છે. તેમનુ વર્ણ શુભ છે અને કમળ પુષ્પ પર બિરાજીત છે. તેમને પદ્માસના દેવી પણ કહેવામાં આવે છે. તેમજ તેમનુ વાહન સિંહ છે.

માતાનું સ્વરૂપ :

સ્કંદ માતાની ચાર ભુજાઓ છે, એક ભુજાથી ભગવાન સ્કંદને ખોળામાં બેસાડેલા છે. બિજો હાથ વરદ એટલે આશિર્વાદ મુદ્રામાં છે. બિજા બન્ને હાથમાં કમળ ધારણ કરેલ છે. ધાર્મિક માન્યતા અનુસાર તેમને સ્કંદ કુમાર (કાર્તિકેય)ના નામથી ઓળખવામાં આવે છે.

સ્પેશ્યલ@નવરાત્રી: આજે પાંચમું નોરતું, જાણો સ્કંદ માતાની પૂજા વિધી

જે દેવાસુર સંગ્રામ દરમિયાન દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણો એમને કુમાર, શક્તિધરના નામનુ વર્ણન બતાવે છે. તેમનુ વાહન મોર છે. આજ ભગવાન સ્કંદનાં માતા હોવાના કારણે દુર્ગાનુ પાંચમુ સ્વરૂપ સ્કંદ માતાના નામથી ઓળખાય છે.

ઉપાસના મંત્ર:

सिंहासनगता नित्यं पद्माश्रित करद्वया।

शुभदास्तु सदा देवी स्कंद माता यशस्विनी॥

આમ સ્કંદ માતાનું ધ્યાન કરી બ્રાહ્મણ પાસે પુજા કરાવવી. સ્ત્રોત પાઠ, કવચ પાઠ તેમજ ચંડિપાઠ કરાવવા, શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે વિશુધ્ધ ચક્રમાં સ્થિત સાધકના મનમાં સમસ્ત બ્રાહ્મ ક્રિયાઓ અને ચિત્તવૃતિ સ્વરૂપમાં કેન્દ્રીત થાય છે. બધાજ માયાવિક બંધનોને દુર કરી પદ્માસનમાં સ્કંદ માતાનાં સ્વરૂપમાં સંપુર્ણ ધ્યાન મગ્ન થઈ જાય છે. સાધકને મન અને એકાગ્રતાથી સાધનામાં આગળ વધવુ જોઈએ.

નૈવેધ તરીકે આ ભોગ ધરાવવો :

જે ભક્ત માતાજીને પાંચમા નોરતે પુજામા કેળાનો ભોગ લગાવે છે. તે પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરે છે તેનુ શરીર સ્વસ્થ રહે છે. આ રીતે પાંચમા નોરતે સ્કંદ માતાની પુજા કરવાથી દરેક મનુષ્ય સુખ શાંતિ, સમૃધ્ધિ પુત્ર ધન ધાન્ય પ્રગતિ અને શરીર સુખકારી પ્રાપ્ત કરે છે. મા ભગવતી તેના ભક્તની ચારે દિશાઓથી રક્ષા કરે છે.

સ્પેશ્યલ@નવરાત્રી: આજે પાંચમું નોરતું, જાણો સ્કંદ માતાની પૂજા વિધી
Advertise