આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

આજે Promise Day છે કોલેજમાં ભણતા યુવક યુવતો માટે વેલેન્ટાઇન ડે પહેલાના આ તમામ દિવસો ખાસ હોય છે. પણ જો તમે આજ વાત કોઇ લગ્ન કરેલ કપલ પૂછશો તો તે કહેશે કે આપણે તો શું પ્રોમિસ અને શું વેલેન્ટાઇન? બસ વેલેન્ટાઇન ડે પર પત્ની એક ગીફ્ટ આપી દેવાની વાત પતી લાંબા લગ્ન જીવન પછી મોટા ભાગના કપલ્સ જીવનમાં નાની નાની ખુશીઓ શોધવાનું ભૂલી જતા હોય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અને આજ કારણે તે પોતાના લગ્નજીવનમાં તે સ્પેશિયલ ફિલિંગ મિસ કરતા હોય છે. માટે જ આ પ્રોમિસ ડે પર અમે આ આર્ટીકલ લઇને આવ્યા છીએ. કારણ કે ધણીવાર મોંઘી ગીફ્ટ સાથે પ્રેમના બે મીઠા શબ્દો મળી જાય તો તમારા સંબંધ ફરી તાજા થઇ શકે છે. માટે જ આજે પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને જરૂર આપો આ પ્રોમિસ. અને તેમને આ વચનનું મહત્વ પણ સમજાવો.

લગ્ન થયા છે તો આજીવન સાથે રહેવાનું છે તે અભિગમ નહીં પણ જીવનને એક ઉત્સવની જેમ હસી ખુશી સાથે મળીને જીવવું છે તે વિચાર સાથે એક બીજાની ખુશીઓને માન આપવાનું આપો વચન. સાથે જ એક બીજાને આજના દિવસે એક વચન આપો કે આખા વર્ષ દરમિયાન તમે એક તેવી વસ્તુ શીખશો કે કરશો જેનાથી બીજા પાર્ટનરની ખુશી બમણી થાય. આમ આવી જ નાની નાની વાતોને, વચનોને જીવનમાં ઉમેરીને જીવનને સુંદર અને પ્રેમાળ બનાવો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code