સ્પેશ્યલ@રાધનપુર: ગંભીર રીપોર્ટથી એકમાત્ર શહેર ભાજપ પ્રમુખની વરણી અધ્ધરતાલ

અટલ સમાચાર, મહેસાણા
છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં સંગઠનની ફેરબદલ થઇ રહી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં શહેર અને તાલુકા ભાજપ પ્રમુખની વરણી પુર્ણ કરી દેવામાં આવી છે. જોકે એકમાત્ર રાધનપુર શહેરમાં સંગઠનમાં દાવેદારોને લઇ ગુંચવણ અને મુંઝવણ ઉભી થતાં વરણી અધ્ધરતાલ થઇ છે. રાધનપુર શહેરમાં કોંગ્રેસના દબદબાની વચ્ચે દાવેદારો પૈકી કેટલાકની ભુમિકા સામે ગંભીર સવાલો હોવાનો ઘટસ્ફોટ થતાં ખળભળાટ મચી ગયો છે. આથી પ્રદેશ ભાજપ દ્રારા રાધનપુર શહેરના સુકાની પસંદ કરવાનુ કોકડું ગુંચવાયુ છે.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં ભાજપના પ્રમુખ હજુ સુધી નક્કી થઇ શક્યા નથી. સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રદેશ ભાજપે શહેર અને તાલુકા પ્રમુખોની વરણી કરતા દરમ્યાન રાધનપુરમાંથી પણ દાવેદારોના નામો મેળવ્યા હતા. આ ગતિવિધિમાં તમામ શહેર પ્રમુખોની પસંદગી વચ્ચે એકમાત્ર રાધનપુર બાકાત રહેતા મુંઝવણ ઉભી થઇ છે. દસથી વધુ દાવેદારો પૈકી પ્રમુખની પસંદગી પહેલા પ્રદેશ ભાજપ સુધી ગંભીર બાબતો અને શહેર સંગઠનની વિગતો પહોંચી જતા અંતિમ ઘડીમાં સુકાનીનુ નામ જાહેર થતુ અટકાવ્યુ છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત વિધાનસભા ચુંટણીમાં રાધનપુર શહેરમાં ભાજપ કરતા કોંગ્રેસને મોટી લીડ મળી હતી. જેમાં ચોક્કસ કારણો ધ્યાને લેવાયા હોઇ શહેર ભાજપ પ્રમુખની પસંદગી નવેસરથી વિચારીને કરવાની નોબત બની હોવાનુ મનાય છે. આ સાથે રાધનપુર શહેરમાં કોંગ્રેસનો દબદબો હોવાથી દાવેદારો પૈકી જે ભાજપને બેઠુ કરી અગાઉની જેમ ફરી એકવાર મજબૂત કરી શકે તેવા સુકાની શોધવા ભારે માથાપચ્ચી થઇ રહી છે. દાવેદારો સામેના ગંભીર સવાલોથી પ્રદેશ ભાજપ માટે પ્રમુખની પસંદગી કાચબા ગતિએ આવી છે.
દિગ્ગજો સામે છે આ સ્થિતિ
સંગઠનના સુત્રોએ જણાવ્યુ હતુ કે, ગત વિધાનસભા ચુંટણીમાં કેટલાક આગેવાનોએ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી હોવાની વાતો જીલ્લા ભાજપથી પ્રદેશ સુધી પહોંચી છે. રાધનપુર શહેરમાં જો ભાજપને લીડ મળી હોત તો અલ્પેશની જીત સરળ બની જાત. આ બાબત અત્યંત ગંભીર હોઇ રાધનપુર શહેરના સુકાની પસંદ કરતા પહેલા ભારે મનોમંથન શરૂ કરવામાં આવ્યુ છે.
આ રહ્યા શહેર ભાજપ પ્રમુખના દાવેદારો
અંકુર જોશી
પ્રકાશ દક્ષીણી
દેવજી ચૌધરી
અરવિંદ તન્ના
ઇશ્વર પંચાલ
ગફુર ભરવાડ
જશુભાઇ રાવલ
કમલેશ ઠક્કર
દિપક ખમાર
ભાર્મલ ચૌધરી
વિક્રમ જોષી