સ્પેશ્યલ@સુઇગામઃ ધંધાર્થે સુરત વસ્યા, કરોડપતિ સહપરિવાર લેશે દીક્ષા

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) બનાસકાંઠાના સુઈગામનો મહેતા પરિવાર વર્ષો અગાઉ ધંધાર્થે સુરત ગયો હતો. આ પછી પરિવારના વંશજો સુરતના અડાજણ વિસ્તારમાંસ્થાયી થયા બાદ ડાયમંડ ઉદ્યોગમાં પ્રગતિ કરી છે. વીસ વર્ષ હીરા ઉદ્યોગમાં મહેનત કરી કરોડપતિ બન્યા બાદ પરિવારમાં સૌથીમોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો છે. પોતાની બે દીકરીઓ સાથે વિજય મહેતા અને પત્ની સંગીતા દીક્ષા લેવા
 
સ્પેશ્યલ@સુઇગામઃ ધંધાર્થે સુરત વસ્યા, કરોડપતિ સહપરિવાર લેશે દીક્ષા

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

બનાસકાંઠાના સુઈગામનો મહેતા પરિવાર વર્ષો અગાઉ ધંધાર્થે સુરત ગયો હતો. આ પછી પરિવારના વંશજો સુરતના અડાજણ વિસ્તારમાંસ્થાયી થયા બાદ ડાયમંડ ઉદ્યોગમાં પ્રગતિ કરી છે.

સ્પેશ્યલ@સુઇગામઃ ધંધાર્થે સુરત વસ્યા, કરોડપતિ સહપરિવાર લેશે દીક્ષા

વીસ વર્ષ હીરા ઉદ્યોગમાં મહેનત કરી કરોડપતિ બન્યા બાદ પરિવારમાં સૌથીમોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો છે. પોતાની બે દીકરીઓ સાથે વિજય મહેતા અને પત્ની સંગીતા દીક્ષા લેવા જઈ રહ્યા છે. ભૌતિક સુખ અને જાહોજલાલી મુકી મૂળ સરહદી વિસ્તારનો પરિવાર ઇશ્વરની શોધમાં જઇ રહ્યો છે.

સ્પેશ્યલ@સુઇગામઃ ધંધાર્થે સુરત વસ્યા, કરોડપતિ સહપરિવાર લેશે દીક્ષા

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતમાં પરિવાર સાથે રહેતા ડાયમંડના વેપારી પોતાની સંપત્તિ વેચી પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલીદીક્ષા લેશે. 29 જાન્યુઆરીના રોજ સુરતના પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબના સાનિંધ્યમાં મહેતા પરિવારનાચાર સભ્યો દીક્ષા લઇ સંસારિક માયાથી દૂર થઈ જશે. પરિવારની એક દીકરી ઋત્વીએ આજથી બે વર્ષ પહેલા દીક્ષા લીધી હતી.

સ્પેશ્યલ@સુઇગામઃ ધંધાર્થે સુરત વસ્યા, કરોડપતિ સહપરિવાર લેશે દીક્ષા

વિજય મહેતાને દીક્ષાનો વિચાર આવ્યા બાદ ઘરમાં વાત કરતા વધુ વિચારવા લાગ્યા હતા. ક્ષણિક સુખ માટે આટલી મહેનત શા માટે કરવી? આ કારણથી પરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યો છે.

સ્પેશ્યલ@સુઇગામઃ ધંધાર્થે સુરત વસ્યા, કરોડપતિ સહપરિવાર લેશે દીક્ષા

પોતાની તમામ સંપત્તિ કે જેને વર્ષોની મહેનતથી ઊભી કરી હતી તે વેચવાનો નિર્ણય કર્યો છે. આ સંપત્તિથી તેઓ નરકમાં કેવું જીવન હોય છે તે ટેક્નોલોજીની મદદથી લોકોને બતાવશે અને બાકીની રકમ ગરીબોને દાનમાં આપશે.

સ્પેશ્યલ@સુઇગામઃ ધંધાર્થે સુરત વસ્યા, કરોડપતિ સહપરિવાર લેશે દીક્ષા