સ્પેશ્યલ@થરાદઃ ગેનીબેન દ્રારા સદારામ શિક્ષણરથનું પ્રસ્થાન, દિગ્ગજ નેતા ક્યાં ?

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર) થરાદ-વાવ ઠાકોર સમાજ દ્વારા આજે શિક્ષણ રથનું પ્રસ્થાન કરાયું હતું. સમાજમાં શિક્ષણ દ્રારા યુવાનોને રોજગાર-વ્યવસાયમાં મદદરૂપ થવા કાર્યક્રમનું આયોજન થયુ છે. સંત સદારામ શિક્ષણ સમિતિ દ્વારા આયોજીત શિક્ષણ રથ થરાદ અને વાવના તમામ ગામોમાં એક માસ સુધી ફરશે. શિક્ષણ રથ દ્રારા ઠાકોર સમાજમાં અભ્યાસની જાગૃતિ વધારવાનો હેતુ છે. અટલ સમાચાર
 
સ્પેશ્યલ@થરાદઃ ગેનીબેન દ્રારા સદારામ શિક્ષણરથનું પ્રસ્થાન, દિગ્ગજ નેતા ક્યાં ?

અટલ સમાચાર, સુઇગામ (દશરથ ઠાકોર)

થરાદ-વાવ ઠાકોર સમાજ દ્વારા આજે શિક્ષણ રથનું પ્રસ્થાન કરાયું હતું. સમાજમાં શિક્ષણ દ્રારા યુવાનોને રોજગાર-વ્યવસાયમાં મદદરૂપ થવા કાર્યક્રમનું આયોજન થયુ છે. સંત સદારામ શિક્ષણ સમિતિ દ્વારા આયોજીત શિક્ષણ રથ થરાદ અને વાવના તમામ ગામોમાં એક માસ સુધી ફરશે. શિક્ષણ રથ દ્રારા ઠાકોર સમાજમાં અભ્યાસની જાગૃતિ વધારવાનો હેતુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@થરાદઃ ગેનીબેન દ્રારા સદારામ શિક્ષણરથનું પ્રસ્થાન, દિગ્ગજ નેતા ક્યાં ?

બનાસકાંઠા જીલ્લાના થરાદ તાલુકામાં ઠાકોર સમાજ દ્રારા શિક્ષણ રથની શરૂઆત કરવામાં આવી છે. સમાજમાં શિક્ષણનો યજ્ઞ ભવિષ્ય માટે અત્યંત મહત્વનો હોવાથી સદારામ શિક્ષણ સમિતિએ તેની શરૂઆત કરી છે. જોકે ઠાકોરસેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે અગાઉ ઉત્તર ગુજરાતમાં સામાજીક સમરસતા અને જાગૃત્તિનો રથ કાઢી શહેરો અને ગામડાઓ ખુંદ્યા હતા. જેમાં આજનો ઠાકોર સમાજનો કાર્યક્રમ મહત્વનો હોવાથી ગેનીબેન, ગુલાબસિંહ અને પરબત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઠાકોર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ મોડા મોડા દેખાયા હતા.

સ્પેશ્યલ@થરાદઃ ગેનીબેન દ્રારા સદારામ શિક્ષણરથનું પ્રસ્થાન, દિગ્ગજ નેતા ક્યાં ?

સુત્રોએ જણાવ્યુ હતુ કે, સદારામ શિક્ષણ સમિતિનો આ રથ બનાસકાંઠા જીલ્લાના થરાદ અને વાવ તાલુકાના ગામડાઓમાં એક મહિના સુધી ફરશે. જેથી ઠાકોર સમાજના પરિવારોમાં શિક્ષણ સહિતની બાબતે જાગૃત્તિમાં વધારો થશે. આ કાર્યક્રમથી ઠાકોર સમાજમાં એક નવી શરૂઆત સાથે-સાથે ઉત્તર ગુજરાતમાં અલ્પેશ બાદ ગેનીબેન ઠાકોરનો દબદબો વધી રહ્યો છે. ઠાકોર સમાજના યુવાનોમાં અલ્પેશ સાથે ગેનીબેનની લોકપ્રિયતા ભાજપ અને કોંગ્રેસની રાજનિતી વચ્ચે દોડી રહી છે.