સ્પેશ્યલઃ આજે માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ, કોરોના સંકટ વચ્ચે સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ

અટલ સમાચાર, મહેસાણા આજે પોષી પૂનમનો દિવસ એટલે માતાજીનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે. આજે પોષ સુદ પૂર્ણિમા મા અંબાનો પ્રાગટ્યોત્સવ કહેવાય છે. કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પાટોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ હતી. મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. જોકે, બહારથી આવતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના ગાઈડલાઈનને
 
સ્પેશ્યલઃ આજે માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ, કોરોના સંકટ વચ્ચે સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ

અટલ સમાચાર, મહેસાણા

આજે પોષી પૂનમનો દિવસ એટલે માતાજીનો પ્રાગટ્ય દિવસ કહેવાય છે. આજે પોષ સુદ પૂર્ણિમા મા અંબાનો પ્રાગટ્યોત્સવ કહેવાય છે. કોરોના મહામારી વચ્ચે આજે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં પાટોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરાઈ હતી. મંદિરમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી હતી. જોકે, બહારથી આવતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના ગાઈડલાઈનને પગલે મંદિરમાં શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રદ્દ કરાયા હતા. મંદિરના ચાચર ચોકમાં સોશ્યિલ ડિસ્ટન્સ સાથે મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ થયો હતો. જિલ્લા કલેક્ટરના યજમાન પદેથી યજ્ઞની શરૂઆત થઈ હતી.

આજના દિવસે મા અંબાના અનેક મંદિરોમા માતાજીની આરાધના અને ઉપાસના થતી હોય છે. અમદાવાદમા અતિ પ્રાચીન એવા માધુપુરા વિસ્તારમા અંબાજીનું મંદિર આવેલું છે અને આ મંદિરમા માતાજીના પ્રાગટ્ય દિવસે અન્નકૂટ તેમજ હવન-યજ્ઞનું પણ આયોજન કરવામા આવ્યું છે. મંદિર દિવ્ય છે પોષી પૂનમે લાખો ભક્તો મંદિરના દર્શને આવે છે. દેવી ભાગવત અનુસાર અગ્નિ દેવની કૃપાથી મહિષાસૂર નામનો રાક્ષસ નરજાતિથી મરી ન શકે તેવું વરદાન ધરાવતો હતો. દેવોએ ભગવાન શિવજીની સ્તુતિ કરી તે જ સમયે દિવ્ય તેજથી મા આદ્યશક્તિ પ્રગટ થયા આ રાક્ષસનો સંહાર માએ કર્યો તેથી મહિષાસુર મર્દિની અંબા કહેવાયા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સાબરકાંઠામાં પણ આજે પોષી પૂનમનો દિવસ ઉજવાઈ રહ્યો છે. ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીનો આજે પ્રાગટ્ય દિવસ ઉજવાયો છે. ત્યારે આજે વહેલી સવારે માતાજીને 51 દીવડાની આરતી કરવામાં આવી હતી. આજની પોષી પૂનમ ને શાકંભરી પૂનમ પણ કહેવાય છે. માતાજીના પ્રાગટ્ય દિવસે એક ભક્તે માવાની કેક અર્પણ કરી હતી. 64 દીવા પ્રગટાવીને માતાજીને 600 કિલોનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. ભક્તોએ કોરોનાના કારણે ગાઈડલાઈનના પાલન સાથે દર્શન કર્યા હતા.