સ્પેશ્યલ@ઉત્તરાયણ: અમદાવાદીએ પક્ષીઓને બચાવવા બનાવ્યુ ડ્રોન

અટલ સમાચાર,ડેસ્ક અમદાવાદના લોકો ઉતરાયણમાં પતંગ ચગાવવાનો આનંદ ભરપૂર હોય છે. પરંતુ તેમની આ મજા અબોલ પક્ષીઓ માટે સજા રૂપ બનતી હોય છે. અબોલ પક્ષીઓને દોરી અને વાયરોમાં ફસાઈ જતા હોય છે. આ અબોલ પક્ષીઓને રેસ્ક્યૂ કરવા માટે મનોજ ભાઈએ હેકઝાકોપ્ટર બનાવ્યુ છે. હેકઝાકોપ્ટ ડ્રોનની જેમ હવામાં ઉડાવી શકાય છે. જેના માધ્યમથી 500 ફૂટ ઉપર
 
સ્પેશ્યલ@ઉત્તરાયણ: અમદાવાદીએ પક્ષીઓને બચાવવા બનાવ્યુ ડ્રોન

અટલ સમાચાર,ડેસ્ક

અમદાવાદના લોકો ઉતરાયણમાં પતંગ ચગાવવાનો આનંદ ભરપૂર હોય છે. પરંતુ તેમની આ મજા અબોલ પક્ષીઓ માટે સજા રૂપ બનતી હોય છે. અબોલ પક્ષીઓને દોરી અને વાયરોમાં ફસાઈ જતા હોય છે. આ અબોલ પક્ષીઓને રેસ્ક્યૂ કરવા માટે મનોજ ભાઈએ હેકઝાકોપ્ટર બનાવ્યુ છે. હેકઝાકોપ્ટ ડ્રોનની જેમ હવામાં ઉડાવી શકાય છે. જેના માધ્યમથી 500 ફૂટ ઉપર ફસાયેલા પક્ષી ને સલામત રીતે નીચે લાવી શકાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@ઉત્તરાયણ: અમદાવાદીએ પક્ષીઓને બચાવવા બનાવ્યુ ડ્રોન

અમદાવાદના મનોજભાઇ ભાવસારે ઉત્તરાયણમાં પક્ષીઓને બચાવવા એક ડ્રોન બનાવ્યુ છે. જે બનાવવા માટે લાખ રૂપિયાનો ખર્ચો થયો છે અને દર વર્ષે તેમાં અપડેટ વર્ઝન આવે છે. જીપીઆરએસના માધ્યમથી આ પક્ષીઓનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવે છે. જેમાં પક્ષી દોરી કે વાયરમાં ફસાયેલા હોય તો હેકઝાકોપ્ટર મારફતે તે દોરી કે વાયરને કાપી નાખે છે એટલે કે જ્યાં ફાયર બ્રિગેડ ના પહોચી શકે ત્યાં હેકઝાકોપ્ટરની મદદથી પક્ષીનું માત્ર પાંચ જ મિનિટમાં સલામત રીતે બચાવ કાર્ય કરવામાં આવે છે.

સ્પેશ્યલ@ઉત્તરાયણ: અમદાવાદીએ પક્ષીઓને બચાવવા બનાવ્યુ ડ્રોન

સુત્રોએ જણાવ્યુ હતુ કે, આ ડ્રોનને હેક્ઝાકોપ્ટર નામ આપવામાં આવ્યું છે. આ ડ્રોનનાં 6 પાંખિયા છે. જેની મદદથી તે ઉડી શકે છે.આ ડ્રોન બેટરી ઓપરેટેડ છે. જે સતત અડધો કલાક સુધી ચાલે શકે છે. અમદાવાદમાં 150 ફુટથી વધારે મોટી હાઈરાઈઝ બિલ્ડિંગ નથી છતાં આ ડ્રોનને એવી ક્ષમતાવાળું બનાવવામાં આવ્યું છેકે તે 500 ફુટ સુધી ઉપર ઉડી શકે છે. આ માટે ડ્રોનને રિમોર્ટ દ્રારા ઓપરેટ કરવાનું હોય છે.જે GPRSથી રિમોર્ટ સાથે કનેક્ટ રહે છે. 500 ફુટ ઉંચે ઉડયા બાદ પણ આ ડ્રોન GPRS થી કનેક્ટ હોવાને કારણે તેની મુવમેન્ટ રિમોર્ટની ડિસ્પ્લે પણ જોઈ શકાય છે.

ડ્રોન કેવી રીતે કામ કરે છે ?

આ ડ્રોનની આગળ એક તાર અને એરિયલ પણ છે. જ્યારે પણ પક્ષીને બચાવાવનું હશે ત્યારે આ ડ્રોનને ઉંચે ઉડાવીને જે જગ્યા પક્ષી ફસાયું છે ત્યાં જઈને એરિયલ ખોલવામાં આવશે. ત્યારબાદ તેની સાથે બાંધેલા તારને ગરમ કરવામાં આવશે. આ ગરમ કરેલાં તાર વડે દોરીને કાપવામાં આવશે. જેથી પક્ષીની પાંખમાંથી દોરી નીકળી જશે.

સ્પેશ્યલ@ઉત્તરાયણ: અમદાવાદીએ પક્ષીઓને બચાવવા બનાવ્યુ ડ્રોન

આ ડ્રોન બનાવનાર મનોજભાઈ ભાવસાર છેલ્લાં 15 વર્ષથી ફાયરબ્રિગેડ સાથે પક્ષીઓને બચાવવામાં ફરજ બજાવે છે. છેલ્લાં ઘણા વર્ષથી તેમણે જોયું કે જ્યારે પણ કોઈ પક્ષી ફસાય એટલે ફાયરબ્રિગેડને કોલ આવતાં હતા. ઘણી જગ્યાઓ એવી હતી જ્યાં ફાયર બ્રિગેડનાં સાધનો જઈ નહોતાં શકતા ખાસ કરીને હાઈડ્રોલિક સીડી મારફતે પક્ષીઓને બચાવવું શક્ય નહોતું બનતું. જેમણે 3 વર્ષ પહેલાં આ ડ્રોનને તૈયાર કર્યુ. દર વર્ષે ઉત્તરાયણમાં તેઓ આ ડ્રોન મારફતે 22 થી વધારે પક્ષીઓને બચાવે છે.