આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

સોશિયલ મિડીયામાં વાયરલ થયેલો એક વિડીયો જોતા ગામડાના દેશી જીવનની યાદ અપાવી રહ્યો છે. આધુનિકતામાં લોકો ગ્રામ્ય જીવનની ખાણી-પીણી અને જીવનશૈલી યાદ રાખે તે માટે કોઇએ આખુ ગામ જ મુર્તિઓમાં ઉભુ કર્યુ છે. કુસ્તી કરતા બે યુવકો અને તેમને જોતા ગામલોકો સાથે રોજીંદી ક્રીયાઓ સહિતનું મૂર્તિઓમાં કંડારવામાં આવ્યુ છે. વિડીયો જોતા ડુપ્લિકેટ લાગતી મુર્તિઓ ઘડીભર અદ્દલ હોય તેવી લાગે છે. વિડીયોથી ગામડામાં અગાઉની પેઢીઓનો ભારે મુશ્કેલીઓ વચ્ચે સંઘર્ષ છતાં જીવનમાં ખુશાલી જણાઇ આવે છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

આજથી સરેરાશ ત્રીસથી ચાલીસ વર્ષ અગાઉ ગામડાની જીવનશૈલી કેટલી મહેનત તથા રસપુર્ણ હતી તે બતાવવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. કોઇએ દેશી ગ્રામ્ય શૈલી બતાવવા નાનુ પરૂ ઉભુ કર્યુ છે. જેમાં આખુ ગામ અગાઉ કેવી રીતે જીવનયાપન કરતુ હતુ તે બતાવવા મુર્તિઓ ઉભી કરવામાં આવી છે.

દેશી ઘરઘંટીમાં અનાજ દળતી મહિલા, સ્તનપાન કરાવતી મહિલા, ખાટલામાં ઉંઘતો અને ફળીયામાં રમતો બાળક, કુસ્તી કરતા બે મલ્લબાજો અને તેમને જોતા દર્શકો, પશુઓ સહિત ચારો ખાતી ગાય, શાળામાં ભણતા બાળકો સાથેની મુર્તિઓ જાણે આખુ ગામ જીવંત હોય તેવુ લાગે છે.


વાયરલ થયેલો વિડીયો દેશી જીવન શૈલીની યાદ અપાવવા સાથે-સાથે આધુનિકતામાં રાચતા લોકો અને વૃધ્ધોને આકર્ષી રહ્યો છે. યુવકોને અગાઉની જીવન પધ્ધતિ સંઘર્ષપુર્ણ હોવા છતાં રસપ્રદ હતી તેની વિગતો જણાવે છે. જ્યારે સિનિયર સિટીઝનને પોતે અગાઉ અનુભવેલી જીવનકથા વિડીયોથી યાદ અપાવી જાય છે. કોઇએ દેશ ગ્રામ્ય જીવનશૈલી માટે મુર્તિઓમાં આખુ ગામ ઉભુ કરવાનો નિર્ણય કરી તેની અમલવારી કર્યાનું સામે આવ્યુ છે. વિડીયો લોકોને અનેક બાબતોએ પ્રેરણા આપી રહ્યો હોઇ વધુને વધુ પસંદ થઇ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code