સ્પેશ્યલ@શિયાળોઃ નાસ્તામાં સરળ રીતથી ઘરે બનાવો સ્વાદિષ્ટ મેથીના મૂઠિયા

અટલ સમાચાર, ડેસ્ક મૂઠિયા ગુજરાતી પરિવારોમાં બનતી મજાની વાનગી છે. મોટા ભાગે આપણા ઘરોમાં દૂધીના મૂઠિયા જ બનતા હોય છે. પણ જો તમે ઈચ્છો તો ગુજરાતી મૂઠિયાને અલગ અને અનોખો ટચ આપી શકો છો. તમે બજારમાં મળી રહેલી તાજી મેથી લાવીને ટ્વિસ્ટ આપી શકો છો. આ મેથીના મૂઠિયા નાસ્તામાં હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ રહે
 
સ્પેશ્યલ@શિયાળોઃ નાસ્તામાં સરળ રીતથી ઘરે બનાવો સ્વાદિષ્ટ મેથીના મૂઠિયા

અટલ સમાચાર, ડેસ્ક

મૂઠિયા ગુજરાતી પરિવારોમાં બનતી મજાની વાનગી છે. મોટા ભાગે આપણા ઘરોમાં દૂધીના મૂઠિયા જ બનતા હોય છે. પણ જો તમે ઈચ્છો તો ગુજરાતી મૂઠિયાને અલગ અને અનોખો ટચ આપી શકો છો. તમે બજારમાં મળી રહેલી તાજી મેથી લાવીને ટ્વિસ્ટ આપી શકો છો. આ મેથીના મૂઠિયા નાસ્તામાં હેલ્ધી હોવાની સાથે સ્વાદિષ્ટ પણ રહે છે. તો આજે જ કરી લો ફટાફટ ટ્રાય.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સામગ્રી

-1 કપ ચણાનો લોટ
-1 કપ મેથી સમારેલી
-1 ટી સ્પૂન આદુંની છીણ
-1/2 ટી સ્પૂન મરચું પાવડર
-1 ટી સ્પૂન ધાણાજીરૂં પાવડર
-1/4 ટી સ્પૂન હળદર
-1 ટેબલ સ્પૂન દહીં
-1 ટી સ્પૂન ખાંડ
-1 ટેબલ સ્પૂન તેલ
-મીઠું સ્વાદનુસાર
રીત

સૌપ્રથમ બધી જ સામગ્રીને એક મોટા બાઉલમાં બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ થોડો મીડિયમ કણક બાંધી લો. જો જરૂર પડે તો જ પાણીનો ઉપયોગ કરો. લોટને બાંધી લીધા બાદ તેને ઢાંકીને થોડીવાર માટે મૂકી રાખો. ત્યાર બાદ તેમાંથી મૂઠિયા વાળી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં મૂઠિયાને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો. ત્યાર બાદ તેને ટિસ્યુ પેપર પર કાઢીને મૂકો. ગરમા-ગરમ મૂઠિયાને લીલી ચટણી અને ચાની સાથે સર્વ કરો.

મેથી ખાવાના ફાયદા

મેથી વાયુને દૂર કરે છે, ભૂખ લગાડે છે, પાચનશક્તિ વધારે છે અને શરીરને પુષ્ટ કરે છે. ખીચડીમાં મેથી નાંખી શકાય, વઘારમાં એ વાપરી શકાય. મેથીનો સંભારો કરીને પણ રોજ લઈ શકાય. કોઈ પણ રીતે આહારમાં મેથીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. આ સિવાય સૌની પસંદના મેથીના મૂઠિયા, થેપલા, મેથી રીંગણનું શાક પણ બનાવી શકાય છે. મેથી અરુચિ, ઊલટી, ઉધરસ, વાતરક્ત, વાયુ, કફ, મસા, કૃમિ તથા ક્ષયનો નાશ કરે છે. મેથી લોહીને શુદ્ધ પણ શુદ્ધ કરે છે.