સ્પેશ્યલ@ઉ.ગુ: વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન

અટલ સમાચાર, મહેસાણા હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જેમાં વાવઝોડા સાથે વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે. અમુક જગ્યાએ ઘંઉ, એરંડા, રાયડો અને વરીયાળી જેવા પાકો જમીનદોસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલા વરસાદથી
 
સ્પેશ્યલ@ઉ.ગુ: વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન

અટલ સમાચાર, મહેસાણા

હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલે ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જેમાં વાવઝોડા સાથે વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવાની ભિતી સેવાઇ રહી છે. અમુક જગ્યાએ ઘંઉ, એરંડા, રાયડો અને વરીયાળી જેવા પાકો જમીનદોસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલા વરસાદથી ખેડુતો મુંઝાયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્પેશ્યલ@ઉ.ગુ: વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન
File Photo

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જીલ્લાના અમુક વિસ્તારોમાં ગઇકાલે વાવઝોડા સાથે વરસાદ આવ્યો હતો. મહેસાણા જીલ્લાના ઉંઝા, પાટણ જીલ્લાના પાટણ, ચાણસ્મા, સિધ્ધપુર અને બનાસકાંઠા જીલ્લાના પાલનપુર અને સુઇગામ પંથકમાં કમોસમી વરસાદના આગમનથી ભારે નુકશાનીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉનાળાની શરૂઆત વચ્ચે આવેલા વરસાદથી ઘંઉ, એરંડા, રાયડો અને વરીયાળી જેવા પાકો જમીનદોસ્ત થયા છે.

સ્પેશ્યલ@ઉ.ગુ: વાવાઝોડા સાથે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન
File Photo

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બપોરના સમયે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા બાદ રાત્રે સાબરકાંઠામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થયો છે. જીલ્લાના હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા તાલુકામાં વરસાદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કમોસમી વાવઠું બપોરે શરૂ થતાં ખેડૂતવર્ગ અને ગંજબજારમાં મુકેલ જથ્થાના માલિકોમાં દોડધામ મચી હતી. ઉત્તર ગુજરાતમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ રહીશોને થઇ રહ્યો છે.