આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ઉત્તર ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારને લઇ પતંગરસિકોએ તડામાર તૈયારી કરી દીધી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની બજારોમાં ગઇકાલે રવિવારે અને આજે સવારથી જ ભીડ જોવા મળી રહી છે. ત્યારે ઉત્તરાયણના દિવસે સૌથી મોટી ચિંતા એ હોય છે કે, વાતાવરણ કેવુ રહેશે ? આજે વહેલી સવારે બનાસકાંઠામાં કમોસમી વરસાદ બાદ પતંગરસીકો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની સ્થિતિ સારી રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

File Photo

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પતંગરસિકોમાં ઉત્તરાયણને લઇ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મકર સંક્રાતિનાં ઉત્સાહની સાથે સૌથી મોટી ચિંતા એ પણ હોય છે કે વાતાવરણ કેવું રહેશે એમાંય પવન કેવો રહેશે. કેમકે આ આખા તહેવારનો આધાર પવન પર જ રહેલો છે. પતંગ રસિયાઓ માટે હવામાન ખાતાની આગાહી કરી હતી કે ઉતરાયણ અને વાસી ઉતરાયણમાં પવનની સ્થિતિ સારી રહશે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઉતરાયણ વહેલી સવારથી પવનની સ્થિતિ સારી રહશે. ઉતરાયણનાં દિવસે 12થી 18 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાવવાની સંભાવના છે. વાસી ઉતરાયણનાં દિવસે પવનની ગતિ 15થી 20 કિલોમીટર રહશે. આ સાથે દિવસે-દિવસે વધી રહેલી ઠંડીથી ઉતરાયણના દિવસે લોકોને રાહત મળશે. હવામાં ધુમ્મસનાં પ્રમાણમાં વધારો થતા ઠંડી ઓછી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code