સ્પેશ્યલ@ઉ.ગુજરાત: લોકડાઉનમાં શૌચાલય વિહોણા 8,000 કુટુંબની હાલત કફોડી

અટલ સમાચાર, ગિરીશ જોશી દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. સરકાર ઘેર ઘેર રાશન આપી રહી લોકોને બહાર નહિ જવા આદેશ છે. આ દરમ્યાન શૌચાલય વિહોણા કુટુંબની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. એન.એલઓબી યાદીમાં આવતાં ઉત્તર ગુજરાતના સરેરાશ 8,000 પરિવારો શૌચાલય વિના લોકડાઉનમાં કેવી રીતે વ્યવસ્થા કરતા
 
સ્પેશ્યલ@ઉ.ગુજરાત: લોકડાઉનમાં શૌચાલય વિહોણા 8,000 કુટુંબની હાલત કફોડી

અટલ સમાચાર, ગિરીશ જોશી

દેશભરમાં કોરોના વાયરસને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. સરકાર ઘેર ઘેર રાશન આપી રહી લોકોને બહાર નહિ જવા આદેશ છે. આ દરમ્યાન શૌચાલય વિહોણા કુટુંબની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. એન.એલઓબી યાદીમાં આવતાં ઉત્તર ગુજરાતના સરેરાશ 8,000 પરિવારો શૌચાલય વિના લોકડાઉનમાં કેવી રીતે વ્યવસ્થા કરતા હશે તે ચોંકાવનારૂ બન્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સ્વચ્છ ભારત મિશન હેઠળ દરેક કુટુંબને શૌચાલય બનાવી દેવામાં આવી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ઓડીએફ થઈ ગયા છે. આ પછી એલઓસી યાદી આવતાં વધુ શૌચાલય ઉભા કરવામાં આવ્યા હતા. જોકે આ પછી વધુ એક યાદી એન. એલઓબી તરીકે આવતાં નવીન શૌચાલય બનાવવા મથામણ શરૂ થઈ છે. જોકે ગત 20 માર્ચ પછી કોરોના વાયરસનો કહેર શરૂ થતાં લોકડાઉન જાહેર થયું છે. આથી એન.એલઓબી યાદીના અનેક કુટુંબો શૌચાલય વગર કફોડી સ્થિતિમાં આવ્યા છે. ઘરની બહાર નિકળવા અને ખુલ્લામાં શૌચક્રિયા ઉપર પ્રતિબંધ છે. આથી સરેરાશ 8,000 પરિવારો વિશે વિચારતા જ ધ્રુજારી આવી જાય તેમ છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકડાઉન જાહેર થતાં ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવીન શૌચાલય બનાવવાની કામગીરી સ્થગિત થઈ છે. આવી સ્થિતિમાં શૌચાલય વિહોણા પરિવારો લોકડાઉન દરમ્યાન કફોડી હાલતમાં મુકાયા છે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ લાભાર્થીઓ મોટેભાગે એક પરિવારમાંથી છૂટા પડ્યા હોઇ પોતાના જ કુટુંબના શૌચાલયનો ઉપયોગ કરતાં હોઇ શકે છે. જોકે, હાલ કોરોના વાયરસના કહેર વચ્ચે શૌચાલય વિના લોકડાઉનનો અમલ પણ કઠિન સાબિત થતો હશે કે કેમ ? તે શૌચાલય વિહોણા પરિવારો વિશે વિચારતા સ્પષ્ટ થાય છે.