આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

ગત દિવસે મહેસાણામાં મોડીરાત્રે યુવતિને લઇ બબાલ થઇ હતી. જેમાં લઘુમતીના છ અને એક ઠાકોર સહિત સાત આરોપીઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. જોકે હુમલાને વખોડવા મહેસાણા બંધને અપાયેલ એલાન સફળ થયુ હોવાનું સામે આવ્યુ છે. રવિવારે ધંધા રોજગાર બંધ રહેવા છતાં વેપારીઓએ શનિવારે બંધ પાડી હુમલાખોરો સામે વિરોધ નોંધાવ્યો છે. ઘટનાને પગલે મહેસાણા શહેરમાં સામાજીક ગરમાવો વધી ગયો છે.

મહેસાણા શહેરમાં ગત દિવસોએ યુવતિ અને તેના મિત્રો બર્થ-ડે પાર્ટી ઉજવવા મોડીરાત્રે ભેગા થયા હતા. આ દરમ્યાન નજીકથી પસાર થયેલા યુવકોએ ઝડપી ઘરે પહોંચી જવા યુવતિને જણાવતાં તેના મિત્રો ઉશ્કેરાઇ ગયા હતા. આથી રાત્રિ દરમ્યાન લઘુમતી સમાજના કેટલાક ઇસમોએ ભાટવાડો પહોંચી તોફાન મચાવ્યુ હતુ. જેમાં કેટલીક કારના કાચ ફોડવા સાથે યુવકને ગંભીર ઇજા પહોંચાડતા મામલો તંગ બન્યો હતો. પોલીસે સામાજીક તંગદીલી ટાળવા દોડધામ કરી હતી.

આ તરફ કુલ સાત આરોપીઓ સામે કડક કાર્યવાહી થવા સારૂ શુક્રવારે તોરણવાળી માતા ચોકે મહાઆરતી કરી હતી. આ પછી હુમલાખોરોના વિરોધમાં શનિવારે બંધનું એલાન આપતા શહેરમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ઘટનાને પગલે મહેસાણા શહેરના અનેક વેપારીઓએ બંધ પાળી આરોપીઓ સામે અત્યંત નારાજગી વ્યકત કરી છે. મહેસાણા બંધને મળેલા પ્રતિસાદને પગલે મામલો લાઇમલાઇટમાં આવી ગયો છે.

29 Sep 2020, 8:34 AM (GMT)

COVID-19 Global Stats

33,568,504 Total Cases
1,006,701 Death Cases
24,889,712 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code