સ્પોર્ટ્સ@દેશ: આ ખેલાડી મેચ પહેલાં જ ટીમની બહાર ? ઇંગ્લેન્ડમાં હવે કોણ કરશે ઓપનિંગ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે WTC ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કર્યા બાદ ભારતીય ફેન્સ નિરાશ નજર આવી રહ્યાં છે. 4 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી મૅચ પહેલા જ શુભમન ગીલ ઇજાગ્રસ્ત થઇ ગયો છે અને ઇજાના કારણે બની શકે કે તે આખી સિરીઝમાંથી બહાર થઇ શકે. શુભમનની જગ્યાએ રોહીત સાથે કોણ
 
સ્પોર્ટ્સ@દેશ: આ ખેલાડી મેચ પહેલાં જ ટીમની બહાર ? ઇંગ્લેન્ડમાં હવે કોણ કરશે ઓપનિંગ, જાણો વધુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે WTC ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે કારમી હારનો સામનો કર્યા બાદ ભારતીય ફેન્સ નિરાશ નજર આવી રહ્યાં છે. 4 ઓગસ્ટથી ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી મૅચ પહેલા જ શુભમન ગીલ ઇજાગ્રસ્ત થઇ ગયો છે અને ઇજાના કારણે બની શકે કે તે આખી સિરીઝમાંથી બહાર થઇ શકે. શુભમનની જગ્યાએ રોહીત સાથે કોણ ઓપનીંગ કરશે તેને લઇને સવાલ ઉભા થયા છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

KL રાહુલ રોહીત શર્મા સાથે ઇનીંગ શરૂ કરવા માટે પ્રબળ દાવેદાર છે. રાહુલ બીજીવાર ઇંગ્લેન્ડ પ્રવાસ પર જઇ રહ્યાં છે. શુભમન કરતા રાહુલ વધારે સારુ રમે છે જે ખુલીને બેટિંગ કરવા માટે જાણીતા છે. રાહુલે ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મૅચ 2019માં વેસ્ટ ઇન્ડીઝ સામે રમી હતી, જે બાદથી તે ટેસ્ટ મૅચમાં પોતાની જગ્યા બનાવી શક્યા નહી.

આ સાથે શુભમન ગીલની જગ્યા મયંક અગ્રવાલ પણ ટીમ ઇન્ડિયા માટે ઓપનીંગ કરી શકે છે. મયંક અગ્રવાલના નામે ટેસ્ટમાં 1000થી વધાર રન નોંધાયેલા છે. મયંક પાસે ટેસ્ટ ક્રિકેટનો સારો અનુભવ છે. ઓપનીંગમાં શુભમનની જગ્યાએ મયંક સારો ઓપ્શન છે પરંતુ તેની ટીમમાં જગ્યાને લઇને ઘણા પ્રશ્નો ઉઠી રહ્યાં છે. રાહુલ કે મયંક બંનેમાંથી એકને ઓપનર તરીકે રોહીત સાથે મૅચમાં ઉતારવામાં આવી શકે તેવી શક્યતાઓ છે. રોહીત શર્મા સારો ખોલાડી છે પરંતુ ઇંગ્લિશ કંડીશન્સ માટે રાહુલ અને અગ્રવાલ પાસે સારી ટેકનીક છે અને તેના આધારે મૅચનું રિઝલ્ટ પણ બદલાઇ શકે છે.