વિજાપુરની મહિલા આર્ટસ કોલેજમાં રમતોત્સવ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા વિજાપુરની મહિલા આર્ટસ કોલેજમાં શિયાળુ રમતોત્સવ યોજાયો. જેમાં 100 મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક જેવી સ્પર્ધાઓનું આયોજન વ્યાયામ યોગ ખેલકૂદ ધારા હેઠળ કરાયું હતુ. જેમાં 100 મીટર દોડમાં પ્રથમક્રમે રાઠોડ હેતલબેન જે., દ્વિતીયક્રમે ચૌહાણ કિંજલબેન જે., તૃતીયક્રમે પટેલ પ્રિન્સીબેન એચ. વિજેતા પામ્યા હતા. લાંબીકૂદમાં પ્રથમક્રમે દેસાઇ રોશનીબેન આર., દ્વિતીયક્રમે રાઠોડ હેતલબેન
 
વિજાપુરની મહિલા આર્ટસ કોલેજમાં રમતોત્સવ યોજાયો

અટલ સમાચાર, મહેસાણા

વિજાપુરની મહિલા આર્ટસ કોલેજમાં શિયાળુ રમતોત્સવ યોજાયો. જેમાં 100 મીટર દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, ચક્રફેંક, બરછીફેંક જેવી સ્પર્ધાઓનું આયોજન વ્યાયામ યોગ ખેલકૂદ ધારા હેઠળ કરાયું હતુ. જેમાં 100 મીટર દોડમાં પ્રથમક્રમે રાઠોડ હેતલબેન જે., દ્વિતીયક્રમે ચૌહાણ કિંજલબેન જે., તૃતીયક્રમે પટેલ પ્રિન્સીબેન એચ. વિજેતા પામ્યા હતા. લાંબીકૂદમાં પ્રથમક્રમે દેસાઇ રોશનીબેન આર., દ્વિતીયક્રમે રાઠોડ હેતલબેન જે., તૃતીયક્રમે રાઠોડ નિલમબેન એ. વિજેતા થયા હતા. ગાળાફેંકમાં પ્રથમક્રમે પટેલ પ્રિન્સીબેન એચ., દ્વિતીયક્રમે દેસાઇ રોશનીબેન આર., તૃતીયક્રમે રાઠોડ જુગાબેન કે. વિજેતા રહ્યા હતા. ચક્રફેંકમાં પ્રથમક્રમે રાઠોડ નિલમબેન એ., દ્વિતીયક્રમે પટેલ પ્રિન્સીબેન એચ., તૃતીયક્રમે અચલાબેન પી. રહ્યા હતા. બરસીફેંકમાં પ્રથમક્રમે રાઠોડ નિલમબેન એ., દ્વિતીયક્રમે રાઠોડ નીતાબેન એ., તૃતીયક્રમે પટેલ પ્રિન્સીબેન એચ. વિજેતા થતા પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું.