આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.
અટલ સમાચાર, મહેસાણા
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ખંડોસણ ગામની બે દિકરીઓએ લોન ટેનીસમાં ગોલ્ડ મેડલ મેળવી ચાૈધરી સમાજ સહિત જિલ્લાનું ગાૈરવ વધાર્યું છે. વૈદેહી ચૌધરી અને રૂત્વી ચૌધરીએ આર્ટસ કોલેજ, વડગામ તરફથી આ સ્પર્ધામાં ભાગ લઈ સૌ પ્રથમ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટીમાં પાટણ ખાતે ચેમ્પીયન બની હતી.
ત્યારબાદ હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટી તરફથી વેસ્ટ ઝોનમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનની વિવિધ યુનિવર્સીટીની ટીમોએ ભાગ લીધો હતો. તેમાં ગ્વાલીયર ખાતે યોજાયેલ વેસ્ટ ઝોનની આ સ્પર્ધામાં ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની કેપ્ટન વૈદેહી ચૌધરી અને વાઈસ કેપ્ટન રૂત્વી ચૌધરી એ જીત મેળવી ઉત્તર ગુજરાત યુનિવર્સીટીને ચેમ્પીયન બનાવી ઓલ ઈન્ડીયા ઈન્ટર યુનિવર્સીટીની સ્પર્ધામાં ભાગ લેવા માટે દાવેદાર બની હતી.
ગત તા.26 ડીસેમ્બરથી 28 ડીસેમ્બર દરમ્યાન કર્ણાટકના મલિયાલ ખાતે ઓલ ઈન્ડીયા ઈન્ટર યુનિવર્સીટીની વિમેન્સની ટુર્નામેન્ટ યોજાઈ યોજાઈ હતી જેમાં કેપ્ટન વૈદાહી અને વાઈસ કેપ્ટન રૂત્વીએ શાનદાર પ્રદર્શન કરી ઓલ ઈન્ડીયા ખાતે હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સીટી ચેમ્પીયન બનાવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
ઓલ ઈન્ડીયા ઈન્ટર યુનિવર્સીટીની સ્પર્ધામાં પ્રી-કવાર્ટર ફાઈનલમાં SOA યુનિવર્સીટી ભૂવનેશ્વરને હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી, ક્વાર્ટર ફાઈનલમાં M.D. યુનિવર્સીટી રોહતકને હરાવી સેમી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. સેમી ફાઈનલમાં ગુજરાત યુનિવર્સીટી અમદાવાદને હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો.ત્યારબાદ ફાઈનલમાં ઓસ્માનીયા યુનિવર્સીટી હૈદરાબાદને હરાવી હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી પાટણને ચેમ્પીયન બનાવી ગોલ્ડમેડલ મેળવેલ છે. ગૌરવ લેવા જેવી બાબત એ છેકે સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન વૈદેહી ચૌધરી એક પણ સેટ ગુમાવ્યા વિના ગોલ્ડ મેળવ્યો છે.
24 Sep 2020, 11:27 AM (GMT)

COVID-19 Global Stats

32,382,672 Total Cases
986,844 Death Cases
23,895,547 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code