કોરોનાના ડરથી પતિ-પત્નીનો આપઘાત, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી

અટલ સમાચાર, ડેસ્ક છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા 2547 પર પહોંચી છે. જેને લઇને લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. શુક્રવારે પંજાબના અમૃતસરમાં એક વ્યક્તિ અને તેની પત્નીએ કોરોના વાયરસના સંક્રમણના ડરને કારણે આપઘાત કરી લીધો છે. જે બાદમાં ડૉક્ટરોએ
 
કોરોનાના ડરથી પતિ-પત્નીનો આપઘાત, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી

અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા 2547 પર પહોંચી છે. જેને લઇને લોકોમાં ડરનો માહોલ ઉભો થયો છે. શુક્રવારે પંજાબના અમૃતસરમાં એક વ્યક્તિ અને તેની પત્નીએ કોરોના વાયરસના સંક્રમણના ડરને કારણે આપઘાત કરી લીધો છે. જે બાદમાં ડૉક્ટરોએ લાશનું પોસ્ટમોર્ટમ કરવાનો ઇન્કાર કરી લીધો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમૃતસરના બાબા બકાલાના સઢીયાલા ગામમાં બની હતી. અહીં રહેતા ગુરજિંદર અને તેની પત્ની બલવિન્દર કૌરે આપઘાત કરી લીધો છે. બંનેએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે કોરોના વાયરસને કારણે બંને ચિંતામાં હતાં. આપઘાત બાદ ડૉક્ટરોએ તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો ઇન્કાર કરી દીધો છે. જે બાદમાં પરિવારના લોકો તેમના મૃતદેહ લઈને પરત ફરી ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ કોરોના વાયરસના લક્ષણોને કારણે આપઘાત કરી લીધો છે. રિપોર્ટ્સ પ્રમાણે બંનેએ સુસાઇડ નોટ પણ લખી છે. જેમાં લખ્યું છે કે, “અમે કોરોના વાયરસના સંક્રમણને કારણે નથી મરવા માંગતા. અમને ચિંતા છે.” બંનેએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધાનું જાણવા મળ્યું છે.