ST હડતાળઃ લગ્ન માટે બુક કરાવેલી બસો નહી મળતા દોડધામ

અટલ સમાચાર, અમદાવાદ, ડીસા, મહેસાણા, પાલનપુર રાજ્યભરમાં એસ.ટી.ના પૈડા થંભી જતા ગુરુવારે સવારથી જ શહેરોમાં ભાગદોડની સ્થિતિ જોવા મળી રહી છે. નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓ ખાનગી વાહનો શોધી રહ્યા છે. જ્યારે લગ્નવાળા કુટુંબોને છેલ્લી ઘડીએ બસ નહી મળતા તાત્કાલીક અસરથી બુકીંગ રદ્દ કરી નવું વાહન શોધવા દોડવું પડ્યું છે. Video: રાજ્ય એસ.ટી. નિગમના 16 ડીવીઝનના
 
ST હડતાળઃ લગ્ન માટે બુક કરાવેલી બસો નહી મળતા દોડધામ

અટલ સમાચાર, અમદાવાદ, ડીસા, મહેસાણા, પાલનપુર

રાજ્યભરમાં એસ.ટી.ના પૈડા થંભી જતા ગુરુવારે સવારથી જ શહેરોમાં ભાગદોડની સ્થિતિ જોવા મળી રહી છે. નોકરીયાતો, વિદ્યાર્થીઓ અને ધંધાર્થીઓ ખાનગી વાહનો શોધી રહ્યા છે. જ્યારે લગ્નવાળા કુટુંબોને છેલ્લી ઘડીએ બસ નહી મળતા તાત્કાલીક અસરથી બુકીંગ રદ્દ કરી નવું વાહન શોધવા દોડવું પડ્યું છે.

Video:

રાજ્ય એસ.ટી. નિગમના 16 ડીવીઝનના ડ્રાયવર, કન્ડક્ટર, ક્લાર્ક સહિતના 45,000 કર્ચમારીઓ પડતર માંગણીઓને લઈ હડતાળ ઉપર ઉતરી ગયા છે. જેનાથી રોજિંદા મુસાફરો સહિતના નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એસ.ટી. સ્ટેન્ડ સુના બની ગયા જ્યારે મુસાફરો ખાનગી વાહનો શોધવા મજબૂર બન્યા છે.

હડતાળ અગાઉ 150થી વધુ પરિવારોએ લગ્ન માટે બસનુ બુકીંગ કરાવ્યું હતું. હડતાળ દરમિયાન બસ નહી મળતા નિગમે રિફંડ કર્યું છે. જોકે લગ્નવાળા પરિવારોને તાત્કાલિક ખાનગી બસ કે લક્ઝરી શોધવા મજબૂર થવું પડ્યું છે.

બીજી તરફ હડતાળથી મહાનગરો, નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અફડા-તફડીનો માહોલ ઉભો થયો છે. ખાનગી વાહનચાલકો મનફાવે તેવા ભાડા વસૂલી તકનો લાભ ઉઠાવી રહ્યાનું સામે આવી રહ્યું છે. સુત્રોએ જણાવ્યું હતું કે, કર્મચારીઓની સાૈથી મોટી માંગ 7મુ પગારપંચ આપવાની છે, જ્યારે સરકાર કોઈપણ ભોગે તૈયાર ન હોવાથી મુસાફરોની ભાગદોડ વકરી શકે છે.