st hadatal
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ગાંધીનગર, મહેસાણા

રાજ્યભરના એસ.ટી. કર્મચારીઓ ગુરુવારથી 7મા પગારપંચની માંગણીને લઈ સરકાર સામે અચોક્કસ મુદતની હડતાળ ઉતર્યા હતા. જ્યારે બે દિવસ સુધી રાજ્યભરમાં અફડા-તફડીનો માહોલ રહ્યા બાદ શુક્રવારે મોડી રાત્રે હડતાળનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો.

7મા પગારપંચ સહિતની માંગણીઓ મુદ્દે સરકારે હકારાત્મક પ્રતિભાવ આપતા કર્મચારીઓએ હડતાળનો અંત આવ્યાનુ જાહેર કર્યું છે. આથી શનિવારથી તમામ રુટ ઉપર બસ વ્યવહાર નિયમિતપણે ચાલુ થઈ જશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી. નિગમના 45 હજાર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ગયા હતા. જેના કારણે  રાજ્યની જાહેર પરિવહનની સેવા ઠપ થઇ ગઈ હતી. એસ.ટી.બસોમાં દૈનિક મુસાફરી કરતા લાખો મુસાફરો પણ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જેનો શુક્રવારે રાત્રિના મોડી સાંજે સમાધાન થઈ જતાં સરકારને કેટલેક અંશે રાહત મળી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code