આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,અંબાજી (રિતિક સરગરા)

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે અંબાજી આવી ભાદરવી પૂનમના મહામેળાનો આરંભ કરાવ્યો હતો. અંબાજી મંદિર ખાતે મંગલા આરતીના દર્શન અને પૂજા અર્ચના કરી ભક્તોને આવકાર્યા હતા. મહામેળો નિર્વિધ્ને સંપન થાય તે માટે માં અંબાને પ્રાર્થના કરી હતી.

અંબાજીના મહામેળામાં ભક્તોનો ઉત્સાહ વધારવા મુખ્યમંત્રી રૂપાણી દોડી આવ્યા હતા. આ દરમ્યાન
દાંતા માર્ગ પરના પ્રવેશ દ્વારે ખાસ પૂજન કરી માં અંબાનો રથ હંકારી મેળાની શરૂઆત કરી હતી. વૃધ્ધો અને બાળકોને દર્શન માટે લઇ જવા એસટી બસનાં પ્રારંભ સહિત નિશુલ્ક ભોજન ટેન્ટ સિટી સહિતની સુવિધાઓ ખુલ્લી મૂકી મહામેળાનો શુભારંભ કરાયો હતો.

અંબાજીમાં સાત દિવસનાં મહામેળાના પ્રથમ દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુ માઈ ભક્તોની ભારે ભીડ જામી હતી. અંબાજી મંદિર સહિત મુખ્ય બજારોમાં કુમકુમ અને ગુલાલની છોળો સાથે બોલમારી અંબે જય જય અંબેનાં જયકારાથી ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

કવરેજ દરમ્યાન પત્રકારને અકસ્માત નડ્યો

યાત્રાધામ અંબાજી ખાતે મેળાનું શુભારંભ કરાવવા સીએમ રૂપાણી આવતા હોઇ મિડીયા રિપોર્ટ તૈયાર કરવા દોડધામ મચી હતી.

આ દરમિયાન અંબાજી ગામના પત્રકાર રિપોર્ટિંગ કરવા માટે પાનસા જઈ રહ્યા હતા. જ્યાં રસ્તા વચ્ચે એકાએક ગાય આવતા અકસ્માત નડ્યો હતો. પત્રકારને મોઢા ઉપર ગંભીર ઇજા પહોંચતા કેટલાક ટાંકા લેવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં ક્લેક્ટર સહિતની ટીમ દોડી આવી અંબાજી કોટેજ હોસ્પિટલ પહોંચ્યા હતા. તે દરમિયાન માતાજીને પ્રાર્થના કરી કે અંબાજીના પત્રકાર જલ્દીથી ઠીક થઈ મહામેળાના કવરેજમાં જોડાઈ જાય.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code