મહેસાણાઃ સિવિલ હોસ્પિટલ ખાતે 2 દિવસીય આરોગ્ય મેળાનો પ્રારંભ

અટલ સમાચાર, મહેસાણા ભારત સરકાર દ્વારા ફાળેવલ અનુંદાનથી મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે 2 દિવસીય આરોગ્ય મેળાનો પ્રારંભ કરતાં નાયબ મુખ્મંત્રી નિતીનભાઇ પટેલ જણાવ્યું હતું કે સરકાર દ્વારા રોજગારી, કૃષિ, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ છેવાડાના માનવીને મળી રહી છે. સારવારના અભાવે કોઇપણ દર્દીનું મૃત્યુ ન થાય તે દિશામાં આરોગ્યલક્ષી સેવાઓને સુદ્રઢ બનાવાઇ છે. મહેસાણા જિલ્લામાં આયુષ્યમાન
 
મહેસાણાઃ સિવિલ હોસ્પિટલ ખાતે 2 દિવસીય આરોગ્ય મેળાનો પ્રારંભ

અટલ સમાચાર, મહેસાણા

ભારત સરકાર દ્વારા ફાળેવલ અનુંદાનથી મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે 2 દિવસીય આરોગ્ય મેળાનો પ્રારંભ કરતાં નાયબ મુખ્મંત્રી નિતીનભાઇ પટેલ જણાવ્યું હતું કે સરકાર દ્વારા રોજગારી, કૃષિ, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ છેવાડાના માનવીને મળી રહી છે. સારવારના અભાવે કોઇપણ દર્દીનું મૃત્યુ ન થાય તે દિશામાં આરોગ્યલક્ષી સેવાઓને સુદ્રઢ બનાવાઇ છે. મહેસાણા જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજનામાં 1,38,156 કુટુંબોના 5,94,058 લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે. જિલ્લામાં આ યોજના હેઠળ ૬૬૫ લાભાર્થીઓ દ્વારા રૂ.80.40 લાખનો લાભ મેળવેલ છે.

જિલ્લામાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ 75 સરકારી અને 48 ખાનગી દવાખાનાઓનો સમાવેશ કરાયો છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમા જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીની આગેવાની હેઠળ રાષ્ટ્રનો વિકાસ થઇ રહ્યો છે. આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના,કિસાન સન્માન યોજના, શ્રમયોગી માનધન યોજનાઓ લોકોમાં પ્રિય બની છે.સ્ત્રીઓ થતા સ્તન,ગર્ભાશય કેન્સરની તપાસ માટે મહેસાણા જિલ્લામાં સંજીવની રથ દ્વારા તપાસણી થઇ રહી છે.

સાંસદ જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે લોકોના આરોગ્યની સુખાકારી માટે વિશેષ ચિંતા થઇ રહી છે. આયુષ્યમાન ભારત યોજના થકી જિલ્લામાં 123 દવાખાનાઓમાં 1350 જેટલી બીમારી- સર્જરીની સારવાર વિનામુલ્યે થઇ રહી છે.રાષ્ટ્રીય પોષણ મિશન યોજના થકી કિશોરીઓના સ્વાસ્થની વિશેષ ચિંતા કરાઇ રહી છે.

મહેસાણાઃ સિવિલ હોસ્પિટલ ખાતે 2 દિવસીય આરોગ્ય મેળાનો પ્રારંભ

આરોગ્યલક્ષી સેવાઓ વધુ સુદ્રઢ બને અને છેવાડાના માનવી સુધી ગુણવત્તાસભર આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુસર આયોજીત આરોગ્ય મેળામાં વિવિધ રોગના નિષ્ણાતો દ્વારા દર્દીઓની તપાસણી થનાર છે. 02 અને 03 માર્ચ ચાલનાર આરોગ્ય મેળામાં બાળરોગ, ફીઝીશીયન, માનસિક રોગ, ઓર્થોપેડીક, કાન-નાક, ગળાના રોગ, સર્જીકલ રોગ, સ્ત્રી રોગ, દાંત, ચામડી, આંખના રોગ, ફીઝીયો થેરાપી, એક્સરે, લેબોટરી, સ્તન તથા ગર્ભાશય કેન્સરની તપાસ-નિદાન, આયુર્વેદિક ઉકાળો, ડાયાબીટીસ-બી.પી તપાસ સહિત વિવિધ રોગોના નિષ્ણાતો સેવા આપનાર છે.

મહેસાણા જિલ્લામાં મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં 9306 એનરોલમેન્ટ થયેલ છે. જેમાં 2635 લાભાર્થીઓને ૧૫૨૦.૮૯ લાખની સહાય અપાઇ છે. મુખ્યમંત્રી અમૃતમ વાત્સલય યોજનામાં 289799 એનરોલમેન્ટ થયા છે.જેમાં 68336 લાભાર્થીઓને 8416.73 લાખની સહાય અપાઇ છે. જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ 2018-19માં 5,22,164 બાળકોની તપાસ કરી 1,16,344 બાળકોને સ્થળ પર પ્રાથમિક સારવાર અને 2270 બાળકોને સંદર્ભપાત્ર સેવાઓ આપી છે. જિલ્લામાં 2571 બાળકોને વિનામુલ્યે ચશ્મા વિતરણ કરાયું છે.

જિલ્લામાં જનની સુરક્ષા યોજનામાં 6042,કસ્તુરબા પોષણ યોજનામાં 15266,ચિરંજીવી યોજનામાં 2929,બાલ સખા યોજનામાં 2692 લાભાર્થીઓને ચાલુ વર્ષે લાભ મળેલ છે. કાર્યક્રમમાં આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ વિતરણ અને કિશોરીઓને પોષણ યોજના તળે દવા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ દ્વારા સંજીવની રથ અને 108 વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી,સંસદ સભ્ય મહેસાણા દ્વારા આરોગ્ય હેલ્થ મેળાનું નિદર્શન કરી વિવિધ સુચનો કરવામાં આવ્યા હતા. 02 અને 03 માર્ચના રોજ આયોજીત આરોગ્ય હેલ્થ મેળામાં લોકોને લાભ લેવા અપીલ કરાઇ હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, એ.પી.એમ.સી ચેરમેન ખોડાભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય આશાબેન પટેલ.કેન્સર સંસ્થા અમદાવાદના ડાયરેક્ટર ડો.શશાંક પંડ્યા, સિવિલ સર્જન એચ.એન.પરમાર, આરોગ્ય અધિકારી ટી.કે.સોની,અધિક આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુંભાઇ પટેલ, આરોગ્યના અધિકારીઓ, લાભાર્થીઓ
ઉપસ્થિત રહ્યા હતા.