ચાર વર્ષમાં કંપનીને સફળતાના શીખરે પહોંચાડનાર મહિલા CEOને જાણો..

અટલ સમાચાર, ડેસ્ક નાની ઉંમરથી જ કંઇક કરી છુટવાની નેમ સાથે નીકળો તો મુશ્કેલ પરિસ્થીતીમાં પણ તમે સફળ થઇ શકો છે. તેના માટે મહેનત કરવી પણ જરૂરી છે. સફળતાનું પહેલું પગથિયુ જ પરિશ્રમ છે.સાઉથ ઈસ્ટ એશિયાની ફેશન ઈ-કોમર્સ પ્લેટફોર્મ જીલિંગો ટૂંક સમયમાં નવી સિદ્ધિને વરવા જઈ રહ્યુ છે. ફક્ત 4 વર્ષમાં સ્ટાર્ટઅપ ‘યૂનિકોર્ન’ સ્ટેટસ મેળવવા
 
ચાર વર્ષમાં કંપનીને સફળતાના શીખરે પહોંચાડનાર મહિલા CEOને જાણો..

અટલ સમાચાર, ડેસ્ક

નાની ઉંમરથી જ કંઇક કરી છુટવાની નેમ સાથે નીકળો તો મુશ્કેલ પરિસ્થીતીમાં પણ તમે સફળ થઇ શકો છે. તેના માટે મહેનત કરવી પણ જરૂરી છે. સફળતાનું પહેલું પગથિયુ જ પરિશ્રમ છે.સાઉથ ઈસ્ટ એશિયાની ફેશન ઈ-કોમર્સ પ્લેટફોર્મ જીલિંગો ટૂંક સમયમાં નવી સિદ્ધિને વરવા જઈ રહ્યુ છે.

ફક્ત 4 વર્ષમાં સ્ટાર્ટઅપ ‘યૂનિકોર્ન’ સ્ટેટસ મેળવવા જઈ રહ્યુ છે. કંપનીની ઝળહળતી સફળતા પાછળ 27 વર્ષની અંકિતિ બોસનો સિંહ ફાળો રહેલો છે. તે કો-ફાઉન્ડર સાથે સાથે CEO પણ છે. અંકિતા પહેલી એવી ભારતીય મહિલા CEO છે જેની કંપનીને ઓછા સમયમાં ‘યૂનિકોર્ન’ સ્ટેટસ મળ્યુ છે.

જીલિંગોનું હેડક્વાર્ટર હાલ તો સિંગાપુર છે. જેની ટેકનીકલ ટીમ બેગલુરૂમાં કામ કરે છે. જ્યાં કંપનીના બીજા ફાઉન્ડર ધ્રુવ કપૂર કામને સંભાળે છે. ધ્રુવ કપૂરે ગુવાહાટીથી IITનો અભ્યાસ કર્યો છે. તેમની ઉંમર માત્ર 24 વર્ષની છે. તેમની ટીમમાં 100 લોકો કામ કરે છે.

નોધનીય છે કે, યૂનિકોર્ન એક ટર્મ છે જે એવા સ્ટાર્ટઅપને આપવામાં આવે છે કે જેમની વેલ્યૂ એક અરબ ડૉલરની આસપાસ હોય છે. અંકિતિની સ્ટાર્ટઅપ વેલ્યુ હાલ 970 મિલિયન ડૉલર છે. આ ટર્મની શરૂઆત 2013માં વેન્ચર કેપિટલ એલિન લીએ કરી હતી. આ માટે કાલ્પનિક પ્રાણી યૂનિકોર્નનો ઉપયોગ કરી શકાય છે.

જ્યારે જીલિંગોને ભારતીય કારીગરો દ્વારા ચલાવવામાં આવતી ત્યારે જ આ કંપની સડસડાટ સફળતાના શિખરો સર કરી ચુકી હતી. આ સ્ટાર્ટઅપે પોતાની વેલ્યૂમાં 306 મિલિયન ડૉલર ફક્ત ભંડોળથી એકત્ર કર્યા છે.