arogya
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા 

છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓએ બેઠકો કરી સરકાર સમક્ષ આક્રમક મૂડ બતાવવાનું નક્કી કરેલું હતું. જે સંદર્ભે મહાસંઘ દ્વારા આદેશ થતા બુધવારે વહિવટીતંત્રને રજૂઆત કરી સામુહિક હડતાળ શરુ કરતા આરોગ્ય સેવાઓ અધ્ધરતાલ બની છે.

જિલ્લા પંચાયત હેઠળ ફજ બજાવતા વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા સરકારમાં માૈખીક અને લેખીત રજૂઆતો કરવામાં આવેલી હતી. જોકે સરકાર દ્વારા આ બાબતે કોઈ નિરાકરણ થયેલ નથી. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ગત તા.9-12-18ના રોજ જામનગર ખાતે પંચાયત મહાસંમેલનમાં કર્મચારીઓએ ઉગ્ર રોષ ઠાલવી આવેદન આપ્યું હતું.

Video:

કર્મચારીઓના નાણાકીય, વહિવટી અને નીતિવિષયક પ્રશ્નોની સત્વરે અમલ કરે એવી કાર્યવાહી કરવાની વારંવારની રજૂઆતને અંતે રાજ્યના સરેરાશ 7 હજારથી વધુ કર્મચારીઓએ એક દિવસીય સામુહિક હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કર્મચારી મહાસંઘે જણાવ્યું હતું કે, વર્ગ-3ના કર્મચારીઓમાં પગાર બાબતે અનેક પ્રકારની વિસંગતતાઓ સહિતના પ્રશ્નોનુ જો આગામી 15 ફેબ્રુઆરી સુધીમાં નિરાકરણ નહિ આવે તો હવે બ્રહ્માસ્ત્ર ઉગામીશું.

15 ફેબ્રુઆરીની ડેડ લાઈન આપી મહાસંઘે રાજ્ય સરકારના પ્રતિભાવની રાહ જોઈ ચિમકી આપી છે. 16 ફેબ્રુઆરીથી રાજ્યના વર્ગ-3ના તમામ કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ ઉપર જવાની તૈયારી કરી રહ્યા હોઈ આરોગ્ય વિભાગ સહિત રાજ્ય સરકાર હરકતમાં આવી છે.

હડતાળ બાબતે આરોગ્ય કર્મચારી રણજીતસિંહ લકુમ, મેહુલ કથપરા, શનિભાઈ કથપરા, બાબુભાઈ પટેલ, પ્રફુલભાઈ લીમ્બાચીયા અને ઉષાબેન વ્યાસ સહિતનાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પાટણ જિલ્લા પંચાયતને આવેદનપત્ર પાઠવ્યું હતું.

આરોગ્ય કર્મચારીઓની રજૂઆતો

  1. આરોગ્ય કર્મચારીઓને ટેકનીકલ કર્મચારીઓ ગણી તે મુજબ પગાર આપવો.
  2. ત્રિ-સ્તરીય મારખાનું પંચાયત (આરોગ્ય) સેવામાં અમલ કરવો.
  3. કર્મચારીઓને 0.કિ.મી. એ પીટીએ આપવા બાબતે
  4. સુપરવાઈઝરની જગ્યાઓ અપગ્રેડ કરવા બાબત
  5. સુપરવાઈઝર અને ટેકનીશીયનને બઢતી આપવી.
  6. નવા જિલ્લામાં મંજૂર મહેકમ ભરવું
  7. ખાલી જગ્યાઓ બઢતી આપી ભરવી
  8. કમ્પાઉન્ડરોને ફાર્માસીસ્ટ-આસીસ્ટન્ટ નામ આપવા બાબત
  9. ગ્રામ્ય કક્ષાએ મ.પ. હે.વ.ની જગ્યા મંજૂર કરવી
  10. તાલુકા કક્ષાએ ફાર્માસીસ્ટની નવી જગ્યા ઉભી કરવી.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code