ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા પશુપાલકોને રાજ્યમંત્રીની અપીલ

અટલ સમાચાર,ડેસ્ક થરાદના ભાચરમાં સોમવારે જિલ્લાકક્ષાની પશુપાલન શિબીર યોજાઇ હતી.જેમાં રાજ્યના આરોગ્યમંત્રીએ પશુપાલકોને પશુપાલનને વ્યવસાયરૂપે અપનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા જણાવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત પશુપાલન વિભાગના અધિકારીઓ દ્રારા પશુઓની વૈજ્ઞાનિક ઢબે માવજત કરવા જણાવી પશુપાલનને લગતું વિવિધ માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જિલ્લાપંચાયતના નાયબ પશુપાલન નિયામક અને પશુચિકીત્સા અધિકારી દ્રારા સોમવારે થરાદ
 
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા પશુપાલકોને રાજ્યમંત્રીની અપીલ

અટલ સમાચાર,ડેસ્ક

થરાદના ભાચરમાં સોમવારે જિલ્લાકક્ષાની પશુપાલન શિબીર યોજાઇ હતી.જેમાં રાજ્યના આરોગ્યમંત્રીએ પશુપાલકોને પશુપાલનને વ્યવસાયરૂપે અપનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા જણાવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત પશુપાલન વિભાગના અધિકારીઓ દ્રારા પશુઓની વૈજ્ઞાનિક ઢબે માવજત કરવા જણાવી પશુપાલનને લગતું વિવિધ માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. જિલ્લાપંચાયતના નાયબ પશુપાલન નિયામક અને પશુચિકીત્સા અધિકારી દ્રારા સોમવારે થરાદ તાલુકાના ભાચર ગામે પ્રાથમિક શાળામાં જિલ્લા પશુપાલન શિબીર ગામના અગ્રણી, થરાદના ધારાસભ્ય, રાજ્યના જળસંપત્તિ અને પાણીપુરવઠા મંત્રી પરબતભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી.જેમાં પશુપાલન નિષ્ણાંતો દ્વારા વૈજ્ઞાનિક અને આદર્શ ઢબે પશુઓના ઉછેર,માવજત,રોગો,રસીકરણ તથા વિશેષમાં ડેરીની યોજના તથા પ્રતિપશુ દુધઉત્પાદન વધારવા અને સ્વચ્છ દુધ (ગુણવત્તાસભર) ઉત્પાદન અંગે પશુપાલકોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
રાજ્યમંત્રી પરબતભાઇ પટેલે પણ વ્યવસાયે ખેડુત અને તેઓ પણ પશુપાલક હોઇ તેમને પણ અનુભવ શેર કરતાં જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે બંધ થયેલું સબસેન્ટર થરાદ અને વાવ બે તાલુકાનું મળીને પાંચ હજાર લીટર દુધ ભરવાની શરતે ચાલુ કરી આપાયું હતું.અને આજે ગામડાંનું એક દિવસનું દુધ દસ હજાર લિટર દુધ આવે છે.પરિણામે આજે પશુપાલકો પણ સરકારી કર્મચારીઓની જેમ જ પગાર મેળવે છે.મંત્રીએ ભુતકાળને યાદ કરી જમીન ન હતી તો પણ રખાતી ગાયો અને વાછરડાનો જન્મ થતાં વ્યક્ત કરાતા આનંદના સમયને પાછો લાવવા ઘેર ઘેર કાંકરેજી ગાય ઉછેરવવાની અપીલ કરી હતી.તેમણે સરકારની ખેડુતો અને પશુપાલકો તથા આમ પ્રજાને સ્પર્શતી વિવિધ યોજનાઓની જાણકારી આપી સરહદી પંથકમાં પુરક બનેલો દુધનો વ્યવસાય ખેતી કરતાં પણ આગળ નિકળ્યો છે ત્યારે પશુપાલકોને પશુપાલનને વ્યવસાયરૂપે અપનાવીને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા જણાવ્યું હતું.