આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વિરમગામ

અમદાવાદ પોલિયો ફાઉન્ડેશન ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની સૂચના અને માર્ગદર્શન અનુસાર રાજ્યકક્ષાના “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ વર્કશોપ રાજ્યના આઈ.ઇ.સી.વિભાગના સ્ટેટ આઈ.ઇ.સી.ઓફિસર ડો.શૈલેષ સુતરિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. સપ્તધારાના તાલીમબદ્ધ 100થી વધુ સાધકો દ્રારા ખૂબ જ સુંદર રીતે તમામ ધારાઓની રજુઆત કરવામાં આવી હતી. આવા સુંદર, અસરકારક, જન માનસમ પર ચોટદાર અસર કરે તેવા પ્રેઝન્ટેશન બદલ સપ્તધારાની ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યના આઈ.ઇ.સી.વિભાગના સ્ટેટ આઈ.ઇ.સી.ઓફિસર ડો.શૈલેષ સુતરિયા, માસ્ટર ટ્રેનર કીરીટ શેલત સહીતના સપ્તધારા સાધકો ઉપસ્થિત રહ્યા હતા.

સમારંભના પ્રમુખ સ્થાનેથી સંબોધતા ડો.શૈલેષ સુતરિયાએ જણાવ્યું હતું કે સપ્તધારાની વિવિધ કલાઓ દ્વારા જનસમુદાય માં આરોગ્ય ના સંદેશાઓ પહોંચાડી ને માતા મરણ ઘટાડી શકીશું. બાળ મરણ ઘટાડી શકીશું. તમામ બાળકો નું સંપૂર્ણ રસીકરણ કરવી શકીશું. માતાઓ કિશોરીઓનું પોષણ સ્તર સુધારી શકીશું. માતાઓને પાંડુરોગ થી મુક્ત કરી શકીશું. ઓછા વજન વાળા બાળકો  ન જન્મે અને તંદુરસ્ત બાળકો જન્મે તે માટેની જનજાગૃતિ તેમજ દીકરા દીકરી વચ્ચેના ભેદભાવ દૂર કરવા જનગગૃતિ કરાશે. રોગચારો અટકાવી શકીશું. પરિવાર કલ્યાણની જાણકારી થી સીમિત પરિવાર સુખ અપાર સમજાવીશું. માનસિક આરોગ્ય અને બીનચેપી રોગો ડાયાબીટીસ બી.પી. જેના માટેની જનજાગૃતિ કરાશે. આમ સપ્તધારા થી સ્વાસ્થ્ય ના સંદેશ ને ઘરે ઘરે ગુંજતો થશે. આરોગ્યના કાર્યક્રમોને લોકસમુદાય સુધી લઈ જવા માટે  સપ્તધરાઓ નું ખૂબ જ મહત્વનું પ્રદાન છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code