આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

આજે ભાદરવી પૂનમે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ માં અંબાના ધામ અંબાજીમાં ઉમટી રહ્યા છે. આ તરફ આજે મુખ્યમ ચૂંટણી કમિશ્નર સુશિલ ચંદ્રાએ પણ અંબાજી પહોંચી માં અંબાજી શીશ ઝુંકાવ્યું હતુ. જ્યાં તેમણે રાજ્યમાં આગામી સમયે યોજાનારા ચૂંટણીને લઇ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યું હતુ કે, રાજ્યમાં ચૂંટણીઓ સમયસર જ યોજાશે. આ સાથે લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જંગી મતદાન કરવા અપીલ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

બનાસકાંઠા જીલ્લાના યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરવા પહોંચેલા મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશિલ ચંદ્રાએ મોટું નિવેદન આપ્યુ છે. આજે ભાદરવી પૂનમે માં અંબાના દર્શને પહોંચેલાં સુશિલ ચંદ્રાએ દરેક ભક્તો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવો સંદેશ આપ્યો હતો. આ સાથે કહ્યુ હતુ કે, ગુજરાતમાં ચૂંટણી સમયસર યોજાશે. આ સાથે મા અંબાના દર્શન કરી લોકોના હિત માટે પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, લોકશાહીને મજબૂત કરવા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. અંબાજીમાં મારી અતૂટ શ્રદ્ઘા છે, હું સમયાંતરે અંબાજી દર્શન કરવા આવું છું.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code