નિવેદન@દેશ: વૅક્સિન અછત નથી પણ રાજ્યોમાં અવ્યવસ્થા છે મુખ્ય કારણ: મનસુખ માંડવિયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને જણાવ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોને જૂન મહિનામાં 11.46 કરોડ વેક્સિન ડોઝ તથા જૂલાઇ મહિનામાં 13.50 કરોડ ડોઝ ફાળવાયા છે. તેમણે કહ્યું કે દરેક રાજ્યને વેક્સિનના કેટલા ડોઝ આપવામાં આવશે તે વાત કેન્દ્ર સરકારે 19 જુનના દિવસે તમામ રાજ્યોને જણાવી
 
નિવેદન@દેશ: વૅક્સિન અછત નથી પણ રાજ્યોમાં અવ્યવસ્થા છે મુખ્ય કારણ: મનસુખ માંડવિયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શ્રેણીબદ્ધ ટ્વિટ કરીને જણાવ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોને જૂન મહિનામાં 11.46 કરોડ વેક્સિન ડોઝ તથા જૂલાઇ મહિનામાં 13.50 કરોડ ડોઝ ફાળવાયા છે. તેમણે કહ્યું કે દરેક રાજ્યને વેક્સિનના કેટલા ડોઝ આપવામાં આવશે તે વાત કેન્દ્ર સરકારે 19 જુનના દિવસે તમામ રાજ્યોને જણાવી દીધી હતી. ત્યાર બાદ 27 જુન અને 13 જુલાઈએ કેન્દ્ર વતી રાજ્યોને જુલાઈના પહેલા અને બીજા અઠવાડિયામાં તેમને કેટલી વેક્સિન આપવામાં આવશે તેની પણ જાણકારી આપવામાં આવી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મનસુખ માંડવિયાએ કહ્યું કે, વેક્સિનની ઉપલબ્ધતાના સંદર્ભમાં મને રાજ્ય સરકારો અને નેતાઓના નિવેદનો અને પત્રો દ્વારા જાણકારી મળી છે. તથ્યોના વાસ્તવિક વિશ્લેષણથી આ સ્થિતિને સારી રીતે સમજી શકાય છે. લોકોમાં ફક્ત ગભરાટ પેદા કરવા માટે નિરર્થક નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. વેક્સિનેશન અભિયાનના ગેરવહિવટનો દોષનો ટોપલો આડકતરી રીતે રાજ્યો પર ઢોળતા માંડવીયાએ જણાવ્યું કે સમસ્યા શું છે અને તેને માટે કોણ જવાબદાર છે તે સ્પસ્ટ બન્યું છે, અને તે પણ એવા સંજોગોમાં કે જ્યારે કેન્દ્ર સરકારે પહેલેથી જ રાજ્યોને વેક્સિનની ઉપલબ્ધતાની જાણ કરી હતી.