નિવેદન@દેશ: કોરોના કહેર વચ્ચે પણ ચાલુ રહેશે ખેડૂત આંદોલન ? શું કહ્યું રાકેશ ટિકૈતે ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેન્દ્ર સરકાર દ્રારા ગત વર્ષે લવાયેલાં કૃષિ કાયદાને લઇ ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. આ દરમ્યાન એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, ખેડૂતોના જૂથમાં હોવાને કારણે કોરોના ચેપ વધી રહ્યો છે. આ તરફ હવે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ‘ખેડૂત તેના ઘરે છે. અમે તેમને બીજે ક્યાં જવાનું કહીશું ? શું અહીંથી કોરોના ફેલાઈ રહ્યો છે ? અમે અહીં છેલ્લા 5 મહિનાથી રહીએ છીએ, આ હવે અમારૂ ઘર છે. ઘણા ખેડુતોને વેક્સિન અપાઇ છે પણ બીજી માત્રા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
Farmers are at their home. Where else will we ask them to go? Is Corona spreading from here? We've been living here for last 5 months, it's our home now…Many farmers took vaccine but are struggling to get the 2nd dose. We've told officers to set up camp here: Rakesh Tikait, BKU pic.twitter.com/wAq8MbTULl
— ANI UP (@ANINewsUP) April 22, 2021
ખેડૂતનેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતુ કે, ત્રણ કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી ખેડુતો પાછા ઘરે નહીં જાય. આંદોલનને વધુ તીવ્ર બનાવવા માટે દરેક ગામમાં તૈયારીઓ ચાલી રહી છે અને આ મોરચા પર હાજરી વધતાં જ આ યોજનાની ઘોષણા કરવામાં આવશે. આ સાથે ઉમેર્યુ હતુ કે, ‘સરકારે ફરીથી આંદોલન સમાપ્ત કરવાની તૈયારી ન કરવી જોઈએ, નહીં તો ખેડૂતો સંપૂર્ણ રીતે તૈયાર છે. કોરોનાના ફાટી નીકળવાના ભય વિશે બોલતા તેમણે કહ્યું કે, તમામ ખેડૂત કોરોનાની સુરક્ષાની જવાબદારીનું પાલન કરી રહ્યા છે. અમે તેની વ્યવસ્થા પણ કરી રહ્યા છીએ. જો ખેડુતો અહીંથી દૂર ગયા તો પણ તેઓ તેમના જ ગામમાં જશે. કોરોના દેશમાંથી ભાગશે નહીં. કોરોના હવે આવી ગયો છે અને તેના ડરથી ખેડૂત આંદોલનને દૂર કરી શકાશે નહીં. સરકારે સારવાર માટેની વ્યવસ્થા કરવી જોઈએ.