નિવેદન@ગુજરાત: મહામારી અને વાવાઝોડાની સ્થિતિમાં સરકાર તદ્દન નિષ્ફળ: શંકરસિંહ વાઘેલા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના કહેર વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમ્યાન ભાવનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમણે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. વાતચીત દરમ્યાન શંકરસિંહે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોરોના કાળ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સરકાર તદ્દન નિષ્ફળ રહી છે. અટલ
 
નિવેદન@ગુજરાત: મહામારી અને વાવાઝોડાની સ્થિતિમાં સરકાર તદ્દન નિષ્ફળ: શંકરસિંહ વાઘેલા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના કહેર વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તૌકતે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમ્યાન ભાવનગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમણે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. વાતચીત દરમ્યાન શંકરસિંહે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોરોના કાળ અને વાવાઝોડાની પરિસ્થિતિમાં સરકાર તદ્દન નિષ્ફળ રહી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે ભાવનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ તેઓ આજે ભાવનગરના તળાજા અને મહુવા પહોંચી ખેડૂતોના પ્રશ્નો સાંભળશે, અસરગ્રસ્તોની મુલાકાત પહેલા તેઓ ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદને સંબોધી હતી.

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જ્યાં જ્યાં અમે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો છે. ત્યાં તમામ ગામડાઓમાં હજુ પણ ખેતીવાડી વિસ્તારની લાઈટ ચાલુ કરવામાં આવી નથી. દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રશ્ન છે. જ્યારે પ્રધાનમંત્રી આવવાના હોય ત્યારે યુદ્ધના ધોરણે થાંભલા ઉભા કરી દેવામાં આવે છે અને લાઈટ ચાલુ કરી દેવામાં આવે છે તો ખેડૂતોને શા માટે વીજળી આપવામાં આવતી નથી.