નિવેદન@ગુજરાત: પાટીદાર સમાજના થોડા લોકો ભાજપમાં, પરંતુ ઘણા AAP-કોંગ્રેસમાં પણ છે: નરેશ પટેલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક કોરોના મહામારી વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જન આશીર્વાદ યાત્રાના ભાગરૂપે રાજકોટ બાદ ગોંડલમાં ગયા હતા અને ત્યારબાદ તેઓ ખોડલધામની મુલાકાતે પહોંચ્યા હતા. ખોડલધામમાં મનસુખ માંડવિયાએ માતાજીના દર્શન કર્યા હતા અને ત્યાં તેમને ધ્વજારોહણ કર્યું હતું. તો બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની રજત તુલા કરવામાં આવી
 
નિવેદન@ગુજરાત: પાટીદાર સમાજના થોડા લોકો ભાજપમાં, પરંતુ ઘણા AAP-કોંગ્રેસમાં પણ છે: નરેશ પટેલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા જન આશીર્વાદ યાત્રાના ભાગરૂપે રાજકોટ બાદ ગોંડલમાં ગયા હતા અને ત્યારબાદ તેઓ ખોડલધામની મુલાકાતે પહોંચ્યા હતા. ખોડલધામમાં મનસુખ માંડવિયાએ માતાજીના દર્શન કર્યા હતા અને ત્યાં તેમને ધ્વજારોહણ કર્યું હતું. તો બીજી તરફ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની રજત તુલા કરવામાં આવી હતી. ત્યારે ખોડલધામ કાગવડમાં રાજકીય કાર્યક્રમમાં બાબતે નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, ખોડલધામમાં રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ છે પણ લેઉવા પટેલનો દીકરો કેન્દ્રીય મંત્રી બનીને આવે તો તેને આવકારવો જરૂરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, લેઉવા પટેલ સમાજ માટે આ ગર્વની વાત છે. મનસુખ માંડવિયાને કેન્દ્રમાં સ્થાન મળ્યું અને તેમને આરોગ્ય મંત્રી તરીકેની જવાબદારી મળી છે અને તેઓ આજે ખોડલધામ આવ્યા છે. તેમના ખંભે સરકારે જે જવાબદારી મૂકી છે એ પૂરી તાકાતથી નિભાવે તેવી માં ખોડલને પ્રાર્થના કરું છું. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પાટીદાર સમાજને લઈને રાજકોટમાં એક નિવેદન આપ્યું હતું કે, પાટીદાર એટલે ભાજપ ત્યારે આ બાબતે પ્રતિક્રિયા આપતા નરેશ પટેલે કહ્યું હતું કે, મનસુખ માંડવિયાના પર્સનલ વિચાર હોઈ શકે. પહેલાથી હું કહેતો આવું છું કે પાટીદાર ભોળો સમાજ છે. પાટીદારની અંદર વિભાજન હોઈ શકે થોડા લોકો ભાજપમાં હોય પરંતુ ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં પણ છે અને કોંગ્રેસમાં પણ છે.

આ સાથે તેમને ઉમેર્યુ હતુ કે, મનસુખ માંડવિયા ભાજપમાં હોય તો એમનો વિચાર હોઈ શકે પરંતુ ખોડલધામ મંદિરના પટાંગણમાંથી હું એમ જ કહીશ કે દરેક સમાજના લોકો દરેક પક્ષની અંદર વહેંચાયેલા હોય તો તે તેના સ્થાને કામ કરે છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું છે તેનાથી બિલકુલ સંતોષ છે. સાથે સાથે મનસુખ માંડવિયાને એક મહત્ત્વનું કર્તવ્ય મળેલું છે. કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય કેટલું બધું મહત્ત્વનું હોય છે તે તમે બધા જાણો છો. હવે જ્યારે આરોગ્ય પાટીદારના ખંભે આવે તો તેનું ગૌરવ સૌ પાટીદારોને હોય છે. ખોડલધામની અંદર કોઈ રાજકીય કાર્યક્રમ કરવો તે પ્રતિબંધ હોય છે. પણ લેઉવા પટેલ સમાજના દીકરા કેબિનેટ મંત્રી બનીને આવતા હોય તો ખોડલધામ હર હંમેશ તેને આવકારે છે. મને ક્યારેય રંજ હતો જ નહીં દરેક સમાજને પોતાનો અધિકાર મળવો તે તેનો હક છે.